અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલે દેશી-વિદેશી દારૂના વેપલાને અટકાવવા પોલીસતંત્રને બુટલેગરો સામે શખ્ત કાર્યવાહી કરવાના આદેશને પગલે પોલીસ દોડાદોડી કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસે માલપુર પોલીસને અંધારામાં રાખી જીતપુર ગામના ભરત ઉર્ફે બોડો નામના બુટલેગરના ઘરે ત્રાટકી વિદેશી દારૂના અડ્ડાનો પર્દાફાશ કરી 25 હજારથી વધુનો શરાબનો જથ્થો જપ્ત કરી પોલીસ રેડ જોઈ ફરાર બુટલેગર ભરત ઉર્ફે બોડો માલીવાડ નામના બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા જીલ્લા એલસીબી પોલીસે જીતપુર ગામમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા માલપુર પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે
અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી.ગોહીલ અને તેમની ટીમે માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા જીતપુર ગામનો ભરત ઉર્ફ બોડો ભગભાઈ માલીવાડ નામનો બુટલેગર ઘરમાં વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ તાબડતોડ ભરત ઉર્ફે બોડોના ઘરે ત્રાટકી હતી પોલીસ રેડ પહેલા બુટલેગર ફરાર થઇ જતા પોલીસે ઘરની તલાસી લેતા ઘરની પાછળના ભાગે આવેલ ખેતરમાં મકાઈની વચ્ચે કોથળાની નીચે સંતાડેલ વિદેશી દારૂ બિયર ટીન નંગ-167 કીં.રૂ.25050/- નો જથ્થો જપ્ત કરી ફરાર બુટલેગર ભરત ઉર્ફ બોડો ભગભાઈ માલીવાડ સામે માલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાવી આગળની તપાસ માલપુર પોલીસને સુપ્રત કરી હતી