અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં આવેલ સકલ બજાજ બાઈકના શો-રૂમમાં મોડી રાત્રે આકસ્મિક આગ લાગતા શો-રૂમમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા અને આગના લબકારા જોવા મળતા લોકો દોડી આવ્યા હતા આગની ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમને કરતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ત્રણ ફાયર ફાયટર સ્થળ પર પહોંચી ભારે જેહમત બાદ આગને કાબુમાં લીધી હતી શો-રૂમના પાછળના ભાગે આગ લાગતા 22 લાખથી વધુના સ્પેરપાર્ટ સહીત શેડ બળીને ખાખ થઇ જતા શો-રૂમ માલિકને 25 લાખથી વધુનું નુકશાન થતા માથે આભ તૂટી પડ્યું હતું શો-રૂમમાં હાઈવોલ્ટેજથી શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે
મોડાસાના હજીરા વિસ્તારમાં આવેલ સકલ બજાજ શો-રૂમમાં ગુરુવારે રાત્રીના સુમારે પાછળના ભાગે અગમ્ય કારણોસર આગ લાગતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા શો-રૂમ માલિકે મોડાસા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ત્રણ ફાયર ફાયટર સાથે સ્થળ પર પહોંચી હતી આગે ગણતરીના મિનિટ્સમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા શો-રૂમ પાછળ રહેલા લાખ્ખો રૂપિયાના સ્પેરપાર્ટ બળીને આગમાં સ્વાહા થઇ ગયા હતા શો-રૂમમાંથી લપકારા મારતી આગ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ફાયર બ્રિગેડ ટીમે એક કલાક સુધી હજ્જારો લીટર પાણીનો મારો ચલાવી આગને ઠારી હતી સદનસીબે શો-રૂમમાં રહેલ બાઈક,સ્ફુટર આગમાં ખાખ થતા રહી જતા શો-રૂમ માલિકે હાશકારો અનુભવ્યો હતો