અકસ્માત કે પછી આકસ્મિક આપદામાં હંમેશા લોકો મદદ માટે તત્પર રહેતા હોય છે ત્યારે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર માનવતા ને નેવે મૂકી દીધી હોય તેવી ઘટના બહાર આવતા ભારે ચકચાર મચી હતી વાંટડા ટોલપ્લાઝા નજીક બાઈક સ્લીપ થતા બાઈક ચાલક સહીત બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા ચાર લૂંટારુ યુવકો દોડી પહોંચી ઇજાગ્રસ્તોને ધમકાવી તેમની પાસેથી બે મોબાઈલ અને બાઈકની લૂંટ કરી ફરાર થઇ જતા બંને ઇજાગ્રસ્તો ફફડી ઉઠ્યા હતા અન્ય લોકોએ 108 મારફતે બંનેને હિંમતનગર સારવાર અર્થે ખસેડયા હતા આ અંગે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો લૂંટ ની ઘટનાની તપાસમાં એલસીબી પોલીસ જોડાઈ ગણતરીના કલાકોમાં બે લૂંટારુને મોબાઈલ સાથે દબોચી લીધા હતા
અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે વાંટડા નજીક બાઈક સ્લીપની ઘટનામાં બે ઇજાગ્રસ્તોને લૂંટી લેનાર લૂંટારૂઓને ઝડપી પાડવા વિવિધ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરી બાતમીદારો સક્રિય કરતા રાજેન્દ્ર નગર ચોકડી નજીક બે લૂંટારુ યુવક હોવાની બાતમી મળતા પોલીસ તાબડતોડ રાજેન્દ્ર ચોકડી ત્રાટકી રાહુલકુમાર ઉર્ફે રવિ ગોવિંદભાઇ ડેડુંડ (23) રહે. સુનોખ તા. ભિલોડા અને આશિષકુમાર સંજયભાઇ કોપસા (20) રહે. મોટાકંથારિયા તા. ભિલોડાને પકડી રૂ.12000/-નો મોબાઇલ રિકવર કરી અન્ય બે લૂંટારુને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી નાખતા લોકોએ સરાહના કરી હતી