અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પેરોલ ફર્લો ટીમે જીલ્લામાં ગુન્હા આચરી સજા પામેલા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કર્યા છે પેરોલ ફર્લો ટીમને મેઘરજ અને બાયડ કોર્ટમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની સજા ફટકારતા ફરાર થઇ ગયેલ હર્ષદ સોમાભાઈ પટેલને અમદાવાદ માંથી દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી જીલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઈ વી.એસ.દેસાઈ અને તેમની ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા ચેક રિટર્ન કેસમાં હર્ષદ સોમાભાઈ પટેલ(રહે,તુલસી આંગન રેસીડેન્સી,મોડાસા)ને મેઘરજ અને બાયડ કોર્ટે એક વર્ષની સજા ફટકારતા ધરપકડથી બચવા નાસતો-ફરતો અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલ સોમનાથ સોસાયટીમાં રહેતો હોવાની બાતમી મળતા તાબડતોડ અમદાવાદ પહોંચી ઓઢવમાં આવેલ સોમનાથ સોસાયટીમાં વોચ ગોઠવી હર્ષદ પટેલને દબોચી લઈ મેઘરજ પોલીસને સુપ્રત કર્યો હતો અમદાવાદના ઓઢવ વિસ્તારની 30-સોમનાથ સોસાયટીમાં બિંદાસ્ત રહેતા હર્ષદ પટેલને પોલીસે કોર્ડન કરી ઝડપી પાડતા આરોપીના મોતિયા મરી ગયા હતા