લોકસભાની ચૂંટણીઓને ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે પોતાના અધ્યક્ષ બદલી ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલના હાથમાં સોંપી દીધી છે, ત્યારે બીજી તરફ ભાજપે પણ અત્યારથી જ રણનીતિઓ ઘડવાનું શરૂ કરી દીધું છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે ભાજપનો ભરતી મેળો શરૂ થઇ ગયો છે અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામના પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય રાયચંદભાઈ અને 50 જેટલા કોંગ્રેસી કાર્યકરો પંજો છોડી કેસરિયો ખેસ ધારણ કરી લેતા જીલ્લાના અંતરિયાળ વિસ્તારમાં કોંગ્રેસની પકડ વધુ ઢીલી પડી છે
અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામમાં શનિવારે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમ ભાજપનો ભરતી મેળો બની રહ્યો હતો જેમાં બાંઠીવાડા વિસ્તારના જીલ્લા પંચાયતના પૂર્વ કોંગ્રેસી સદસ્ય રાયચંદ ભાઈ અને 50 થી વધુ કોંગ્રેસના કાર્યકરોએ કેસરિયો કરી લીધો હતો કોંગ્રેસના અગ્રણી અને કાર્યકરોને હોંશે હોંશે આવકારવા ધારાસભ્ય પી.સી.બરંડા, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર અને અરવલ્લી જીલ્લા ભાજપના મહામંત્રી ભીખાજી ડામોર સહીત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસી અગ્રણી સહીત કાર્યકરો ભાજપમાં જોડાતા ફૂલ ગુલાબી ઠંડીમાં રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો