38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ : જનરલ વર્કર્સ યુનિયન રાષ્ટ્રવ્યાપી હડતાળના સમર્થનમાં...

સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ : જનરલ વર્કર્સ યુનિયન રાષ્ટ્રવ્યાપી હડતાળના સમર્થનમાં અરવલ્લી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

0
258

કેન્દ્ર સરકાર બેંકોના વિલીનીકરણ દ્વારા હાલના કર્મચારીઓ પર કામનો બોજ વધારી રહી હોવાની સાથે કેન્દ્ર સરકારે કેટલાક લેબર લૉમાં કરેલા ફેરફારો કર્મચારી વિરોધી હતા એટલે એનો અમે વિરોધ કરીએ છીએ. લેબર લૉના આ સુધારા સરકારે રદ કરી દેવા જોઇએ. નવા લેબર લૉ કોર્પોરેટ હિતમાં છે કર્મચારીઓના હિતમાં નથી અને આ કાયદા સામે અમને કોઇ પ્રકારનું રક્ષણ મળતું હોવાનું જણાવી ઓલ ઇન્ડિયાના બેંકના રાષ્ટ્રવાપી હડતાળના સમર્થનમાં મોડાસા શહેરમાં લાલ વાવટા જનરલ વર્કર્સ યુનિયને સમર્થન જાહેર કરી કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું

મોડાસા શહેરમાં લાલ વાવટા જનરલ વર્કર્સ યુનિયન એસોસિએશનના અગ્રણી ડાહ્યાભાઈ જાદવની આગેવાની હેઠળ એસોસિએશનના સદસ્યોએ સરકારી સાહસોનું ખાનગીકરણ બંધ કરવાની માંગ સાથે કેન્દ્ર સરકાર વિરુદ્ધ જિલ્લા કલેકટર કચેરીએ બેનર પ્રદર્શિત કરી સૂત્રોચ્ચાર કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!