43 C
Ahmedabad
Saturday, May 18, 2024

ગાંધીનગરના બુટલેગર આમીર વાઘેલાને ઇકો કારમાં વિદેશી દારૂની ખેપ મારતો ઇસરી પોલીસે દબોચ્યો


મેરા ગુજરાત, ઇસરી

Advertisement

અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે. જીલ્લા પોલીસતંત્ર બાતમીદારોના સહારે નાના-મોટા વાહનો મારફતે થતી દારૂની ખેપને નિષ્ફ્ળ બનાવી રહી છે. ગાંધીનગરનો આમીર વાઘેલા ઇકો કારમાં રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી પોલીસની નજરથી બચવા અંતરિયાળ માર્ગ કુણોલથી પસાર થતા ઇસરી પોલીસે ત્રાટકી દબોચી લઇ કારમાંથી 66 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

Advertisement

રાજસ્થાનને અડીને આવેલી અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી બુટલેગરો નીતનવા નુસ્ખા અપનાવી વિદેશી દારૂની હેરાફેરીમાં રચ્યા પચ્યા રહે છે. ઇસરી ઇન્ચાર્જ પીઆઇ વી.એસ.દેસાઈ અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધર્યું હતું. કુણોલ નજીક રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે આવી રહેલી ઇકો કારને અટકાવી તલાસી લેતા કારમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીન નંગ-131 રૂ.66 હજારથી વધુનો જથ્થો જપ્ત કરી કાર ચાલક બુટલેગર આમીર જેસલરાય વાઘેલા (રહે,1160/-2, સેક્ટર-4 ગાંધીનગર) ને દબોચી લઇ વિદેશી દારૂ,કાર મોબાઇલ મળી કુલ રૂ.3.18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!