37 C
Ahmedabad
Saturday, May 18, 2024

દેવભૂમિ દ્વારકા : પોલિસે એવું કામ કર્યું કે, બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનું ભાવિ બગડતાં અટક્યું, જાણો શું થયું


મેરા ગુજરાત, દેવભૂમિ દ્વારકા

Advertisement

સામાન્ય રીતે પોલિસની ખોટી કામગીરીની ચર્ચાઓ થતીં વધારે સામે આવે છે, પણ એવી કેટલીય કામગીરી હોય છે કે, જે રાત્રીના અંધારાની જેમ છૂપાઈ જતી હોય છે. મેરા ગુજરાત પોલિસની કામગીરીને પ્રસંશા કરે છે, અને જે રીતે બાળકોના ભવિષ્યને બગડતા રોક્યું છે, તેને સો સો સલામ કરવાનું થાય. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલિસની ટીમ દ્વારા સરાહનિય કામગીરી કરીને ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો  સહારો બની સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી દીધા હતા.

Advertisement

બેટ દ્વારકાથી વિદ્યાર્થીઓ કેવી રીતે ઓખા સુધી પહોંચ્યા જુઓ Video

Advertisement

Advertisement

વાત જાણે એમ છે કે, બેટ દ્વારકાના 20 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા માટે મીઠાપુર અને દ્વારકા કેન્દ્ર ખાતે જવાનું હતું, આ માટે બોટ માર્ગે જ જઇ શકાય. બેટ દ્વારકા દરિયા વચ્ચે હોવાથી સ્થાનિક લોકો બોટ મારફતે જ દ્વારકા સુધીની સફર કરતા હોય છે. આ વચ્ચે બેટ દ્વારકાના વિદ્યાર્થીઓને પણ દ્વારકા અને મીઠાપુર બોર્ડની પરીક્ષા માટે જવાનું હતું, પણ ફેરી સર્વિસના તમામ બોટ સંચાલકો તેમની માંગણીઓને લઇને હાલ હડતાળ પર ઉતર્યા છે, જેને લઇને વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા હતા. આ વચ્ચે પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર કેવી રીતે પહોંચી શકે તે સવાલ હતા, પરીક્ષા ન આપે તો તેમનું ભાવિ અંધકારમય બની શકત, પણ મરિન ઓખા પોલિસ સ્ટેશનની બોટ પેટ્રોલિંગમાં હતી, જેમને આ વાત ધ્યાને આવતા તાત્કાલિક બેટ દ્વારકા પહોંચી ગયા હતા, અને 20 જેટલા વિદ્યાર્થીઓને બેટ દ્વારકાથી ઓખા સુધી સમયસર પહોંચાડી દીધા હતા.

Advertisement

Advertisement

જો પોલિસની ટીમ તાત્કાલિક વિદ્યાર્થીઓની મદદે ન પહોંચી હોત તો 20 જેટલા વિદ્યાર્થીઓ સોમવારના દિવસે બોર્ડની પરીક્ષામાં બેસી શક્યા ન હોત. પોલિસે સમયસૂચકતા વાપરી વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરી તાત્કાલિક કોઇપણ ભોગે વિદ્યાર્થીઓને સલામત રીતે સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી સરાહનિય કામગીરી કરતા વિદ્યાર્થીઓમાં પણ આનંદની લાગણી પ્રસરી હતી.

Advertisement

મેરા ગુજરાતની ટીમ દ્વારકા પોલિસ, મરિન પોલિસ અને બેટ દ્વારકાની ટીમને સો-સો સલામ કરે છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!