મહિલાઓની સુરક્ષા માટે શરૂ કરવામાં આવેલી 181 અભયમ મહિલા હેલ્પલાઈન સમગ્ર રાજ્ય સાથે અરવલ્લી જીલ્લામાં પણ મહિલાઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ છે વર્ષ-2023માં અરવલ્લી જીલ્લાની 181 અભયમ ટીમને 2478 કોલ મળ્યા હતા જેમાં 500 થી વધુ કેસોમાં સમાધાન કરવામાં આવ્યું હતું અરવલ્લી જીલ્લામાં 181 અભયમ હેલ્પલાઈન ટીમે ગૃહ કંકાસમાં અનેક પરિવાર તૂટતાં બચાવી લીધા છે
અરવલ્લી જિલ્લાની 181 અભયમ ટીમને વર્ષ 2023માં 2478 કોલ મળ્યા હતા જેમાં 500 થી વધુ કેસોમાં સમાધાન કરવામાં આવ્યુ હતું 181 અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે મહિલા જ્યારે મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાય છે ત્યારે 181 નંબર ડાયલ કરી ને તાત્કાલિક અભયમની મદદ લે છે.આ હેલ્પલાઇનએ 24 કલાક મહિલાઓની મદદ માટે કાર્યરત છે નિશુલ્ક સેવા છે.અરવલ્લી જિલ્લામાં પાછલા એક વર્ષમાં 181 અભયમને ટોટલ 2478 કોલ મળ્યા હતા જેમાં મહિલાઓ સાથે થતી ઘરેલુ હિંસા પાડોશી ઝઘડા મિલકત બાબતે ઝઘડા આત્મહત્યાના બનાવ છેડતી લગ્ન બહારના સંબંધો જેવા અનેક પ્રકારના કેસ મળેલ હતા જેમાં અરવલ્લી જિલ્લાના અલગ અલગ તાલુકાઓના કેસમાં જઈ અભયમની ટીમે પીડિત મહિલાઓને તાત્કાલિક ધોરણે મદદ પૂરી પાડેલ છે.500 થી વધારે કેસમાં સ્થળ ઉપર સમાધાન કરીને તૂટતા પરિવાર બચાવ્યા છે.અભયમ હેલ્પલાઇન મહિલાઓની મદદ કરવા માટે 24 કલાક તૈયાર રહે છે જે ખરેખર મહિલા સશક્તિકરણ નું એક શ્રેષ્ઠ ઉદાહરણરૂપે સાબિત થાય છે.