asd
26 C
Ahmedabad
Tuesday, October 8, 2024

અરવલ્લી : SOGએ ચંદનસ્પા અને રોયલ ટચ સ્પાના સંચાલકો તેમજ મિલન અને યાદગાર ગેસ્ટ હાઉસ માલિક સામે ગુન્હો નોંધ્યો


મોડાસા શહેરના સ્પામાં મસાજના નામે ગોરખધંધા ચાલે છે તે જગજાહેર છે પોલીસ સરપ્રાઈઝ ચેકીંગમાં કઈ વાંધાજનક ન મળ્યું
મિલન અને યાદગાર ગેસ્ટ હાઉસમાં બહારથી રૂપલલનાઓ બોલાવી ગેરકાયદેસર દેહવેપાર ચાલતો હોવાની ચર્ચા
મોડાસા સહીત અરવલ્લી જીલ્લાના ગેસ્ટહાઉસમાં યુવકો સગીરાઓને છેડેચોક ગેસ્ટહાઉસમાં રૂમ પુરા પાડવામાં આવી રહ્યા છે
વીડિયો વાઈરલ થાય તો જ એસ.ઓ.જી. ને દેખાય, બાકી તો બારે મહિના આંખે પાટા બાંધી દે છે

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં બિલાડીના ટોપની માફક સ્પા મસાજ પાર્લર અને ગેસ્ટ હાઉસ ફૂટી નીકળ્યા છે જીલ્લા પોલીસવડા કચેરી સામે આવેલ સ્પામાં મસાજ પાર્લરના નામે દેહવેપાર ચાલતો હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ભારે હડકંપ મચ્યો હતો SP શૈફાલી બારવાલને જીલ્લા એસઓજી પોલીસને રેડ કરવા તાકીદ કરતા એસઓજી પોલીસે બે સ્પા સેન્ટરના સંચાલકો સામે જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાં ભંગનો અને દેવરાજ ધામ નજીક આવેલ બે ગેસ્ટ હાઉસ માલિકો સામે પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરવાનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

અરવલ્લી એસઓજી પીએસઆઈ ચેતનસિંહ રાઠોડ અને તેમની ટીમે મોડાસા શહેરના શામળાજી રોડ પર આવેલ ચંદન સ્પર્શ થાઈ સ્પા અને રોયલ ટચ થાઈ સ્પામાં સરપ્રાઈઝ ચેકીંગ હાથધરતાં બંને સ્પા સેન્ટરમાં ગ્રાહકોના રજીસ્ટરમાં પોલંપોલ હોવાનું બહાર આવતા રજિસ્ટરર યોગ્ય રીતે ન નિભાવતા જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ બંને સ્પા માલિક સામે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો હતો મોડાસા શહેરના બાયપાસ રોડ પર દેવરાજ ધામ નજીક આવેલ મિલન અને યાદગાર ગેસ્ટ હાઉસમાં રેડ કરતા બંને ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેરમાં ગ્રાહકોની એન્ટ્રી કરેલ ન હોવા અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!