અરવલ્લી જીલ્લાના મેઘરજમાં થોડા દિવસ અગાઉ મધ્યપ્રદેશથી ભટકતા ભટકતા ઠંડીમાં ઠૂંઠવાતાં યુવકને પત્રકાર મિત્રો અને પોલીસ સહયોગથી તેની માતા સાથે મિલન કરાવવાની સુઃખદ ઘટના બાદ વધુ એક વાર એક જાગૃત પત્રકારે માતા-પિતાથી વિખૂટી પડેલી નિઃસહાય હાલતમાં રડતી દીકરીને લોક સહયોગથી પોલીસની મદદ લઇ પરીવાર સાથે મિલન કરાવતા વિખુટી પડેલી દીકરીને શોધખોળ કરતા માતાપિતા એ હાશકારો અનુભવ્યો હતો મેઘરજના નગરજનોએ પત્રકાર અને પોલીસ ની કામગીરીની સરાહના કરી હતી
મેઘરજ નગર ના ઉંડવા રોડ પર CNG પંપ નજીક થી એક પાંચ વર્ષીય બાળકી મળી આવતા સ્થાનિકો અને દુકાનદારો દ્વારા મેઘરજ નગર ના જાગૃત પત્રકાર અને સમાજ સેવક રહીમ ભાઈ ચડી નો સંપર્ક કર્યો હતો જ્યાં રહીમ ભાઈ પહોંચી બાળકી ને પોતાનું નામ પૂછતા પોતે પોતાનું નામ તુલસી અને માતા નું નામ ભાવના તથા પિતા નું નરેશ નામ બતાવી રહી હતી , બાળકી ગભરાયેલી જણાતા રહીમ ભાઈ અને દ્વારા બાળકી ને બિસ્કીટ અને નાસ્તો અપાવી પ્રેમ પૂર્વક પૂછ પરછ કરી હતી ત્યારે બાળકી આગળ કઈ પણ બોલવા માટે ડરી રહી હતી,ત્યાર પછી સ્થાનિકો અને જાગૃત પત્રકાર રહીમ ભાઈ દ્વારા મેઘરજ PSI VJ તોમર નો સંપર્ક કરતા મહિલા પોલીસ કર્મી સાથે પોલીસ વાન મોકલી આપી હતી અને બાળકી ને પોલીસ મથક લઈ જવાઈ હતી,બાળકી ની શોધતા એક મહિલા ત્યાં આવી પહોંચી હતી અને એ મહિલા બાળકી ની માતા હોવાનું કહેતા હાજર લોકો એ રાહત નો શ્વાસ લીધો હતો,મહિલાને અને તેમના પતિ ને પોલીસ મથક જવાનું કહી PSI VJ તોમર સાથે પત્રકાર રહીમ ચડી એ ટેલીફોનીક વાત કરી અને બાળકી ની માતા તેમજ પિતા પોલીસ મથકે આવી રહ્યા ની જાણકારી આપી હતી,મેઘરજ પોલીસે યોગ્ય તપાસ કરી બાળકી નો હવાલો માતા પિતા ને સોંપ્યો હતો ,ત્યારે મેઘરજ નગર ના જાગૃત લોકો અને એક જાગૃત પત્રકાર તથા પોલીસ ના સહિયારા પ્રયાસ થી માતા પિતા થી વિખૂટી પડેલી માસૂમ બાળકી નું પરિવાર સાથે મિલન થયું હતું