વિજેતા સ્પર્ધકોની ટીશર્ટ પર સિક્કા, ઇજા થતાં સ્ટેચર તથા મેડિકલ સુવિધાનો અભાવ
જિલ્લા વહિવટી તંત્ર અને રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે રાજ્યકક્ષાનો ચતુર્થ ઐતિહાસિક ઇડરીયા ગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૩-૨૪ યોજાઇ હતી. આ સ્પર્ધામાં ગુજરાતભરના ૨૪૮ જુનિયર સાહસવીર ખેલાડી ભાઇઓ-બહેનોએ છ જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગલેનાર ખેલાડીઓને શારીરિક ઇજા પહોંચતા સમયસર મેડિકલની સુવિધાનો અભાવ સાથે સાથે વિજેતા બાળકોની ટીશર્ટ પર સિક્કા લગાવવાનું મોડું થતાં વિજેતા ખેલાડીઓમાં નિરાશા જોવા મળી હતી. આ સ્પર્ધામાં ૧૩૭ ભાઈઓ અને ૧૧૧ બહેનોનો એ ભાગ લીધો હતોસ્પર્ધા માં ગત વર્ષ ૨૦૨૨-૨૩ના રેકોર્ડ તોડી નવા રેકોર્ડ સર્જાયા હતો. આ સ્પર્ધામાં એક થી દસ ક્રમે વિજેતા થનાર ભાઈઓ બહેનો સ્પર્ધકોને રૂપિયા.૨૫૦૦૦ થી શરૂ કરી દસમાં ક્રમે વિજેતા થનારને રૂપિયા. ૫૦૦૦ સુધીના પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, અમદાવાદ સહિત ના જિલ્લા ના ખેલાડીઓએ ભાગ લીધો.
આ પ્રસંગે મામલતદાર ઇડર, તાલુકા તાલુકા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, રાજ્યના વિવિધ ખેલાડી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા





