ગોધરા
અયોધ્યા ખાતે ભગવાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. દેશભરમાથી રામભક્તો પોતાની ભક્તિ દર્શાવી રહ્યા છે. વડોદરા શહેરમાંથી વિશાળકાય અગરબત્તી બનાવીને મોકલી છે.અમદાવાદ શહેરના અમદાવાદ શહેરના ડબગર સમાજ દ્વારા એક વિશાળકાય નગારુ બનાવમા આવ્યુ છે.ગોધરાના રામનગર ખાતે આ નંગારુ આવી પહોચતા રામનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ અને ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી તથા સ્વામિનારાયણ સંપ્રદાયના મહંતોના વરદ હસ્તે અમદાવાદથી આવેલ નગારાનું સ્વાગત કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ડબગર સમાજ સહિત અન્ય સમાજના લોકો જોડાયા હતા. અને જય શ્રી રામના નારા સાથે ગોધરાનગર ભક્તિમય બનાવ્યું હતું. ગોધરા શહેરના રામનગર માં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે 500 કિલોનું વિશાળ નગારા ને પૂજા અર્ચના કરીને નગારા ને પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ સ્વામિનારાયણ મંદિરથી પ્રસ્થાન કરેલા નગારા ને ભુરાવાવ ચાર રસ્તા લાલબાગ બસ સ્ટેન્ડ બગીચા રોડ રાધાકૃષ્ણ મંદિર શહેરા ભાગોળ, પીમ્પ્યુટકર ચોક રામજી મંદિર થઈ હોળી ચકલા સૈયદવાડા નગરપાલિકા પાંજરાપોળ,ચર્ચ બીવી ગાંધી પેટ્રોલ પંપ ના વિવિધ માર્ગો ઉપર વિશાળ શોભાયાત્રામા મોટી સખ્યામાં લોકો જોડાયા હતા. પંચમહાલ જીલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો હતો