આઠ તાલુકાના સ્પર્ધકો જિલ્લા કક્ષાએ ચાર રાઉન્ડ આરોગ્યની રમતો રમાડી તેમના જ્ઞાનની ચકાસણી કરાઇ
જિલ્લા આરોગ્ય શાખા જિલ્લા પંચાયત દ્વારા યુવા પહેલ કવિઝ ના માધ્યમનો ઉપયોગ કરી પિયર એજ્યુકેટરો દ્વારા કિશોર – કિશોરીઓના આરોગ્યને ધ્યાને લઈ એનિમિયા, કુપોષણ, માનસિક સ્વાસ્થ્ય, માસિક દરમિયાન ની સ્વચ્છતા, વ્યસનમુકત જીવન જેવા વિવિધ વિષયો પર પિયર એજયુકેટરે તેમના પિયર ગ્રુપમાં સ્વચ્છતા જાગૃતિ બાબતેનો કાર્યક્રમ યોજી આ અંગેનો સંદેશો જનજન સુધી પહોંચે તેવા ઉમદા આશય સાથેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ હિંમતનગરમાં આવેલ સ્ટાર સિટીમાં ત્રણ ચરણ માં યોજાયેલ, જેમાં પ્રથમ ચરણ માં ૨૯૨ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કક્ષાએ તા. ૪ થી ૭ ડિસેમ્બર દરમિયાન સ્પર્ધા યોજાઇ હતી. જેમાં પ્રથમ ક્રમે આવેલ પિયર એજ્યુકેટર ને તાલુકા કક્ષાએ તા. ૨૧ ડિસેમ્બર નારોજ યોજાયેલ સ્પર્ધામાં રમવા માટે પસંદ કરવામાં આવેલ જે પૈકી આજે જિલ્લાના આઠ તાલુકાની સ્પર્ધામાંથી ૨૪ પિયર એજ્યુકેટરોને પસંદ કરી જિલ્લા કક્ષાએ અલગ – અલગ ચાર રાઉન્ડ ની વિવિધ આરોગ્ય ની રમતો રમાડી તેમના જ્ઞાનની ચકાસણી કરવામાં આવી હતી.
આ સ્પર્ધા દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, ડી. આર. ડી. એ ડાયરેકટર કે. પી.પાટીદાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરીયા, SBCC SPECIALIST, યુનિસેફ, ગુજરાત, વિજયશંકર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પ્રોગ્રામ ઓફિસર અને આરોગ્ય શાખાના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી આરોગ્ય શાખા ના પ્રયાસ ને આવકરતા જણાવેલ કે સમગ્ર રાજ્ય પ્રથમ વખત આવો પ્રયાસ જિલ્લા ની ટીમ દ્વારા કરવામાં આવેલ છે જે પ્રસંશનીય છે. આર. કે. એસ. કે કાર્યક્રમ દ્વારા સશક્ત ભારતના નિર્માણમાં પિયર એજ્યુકેટરોનો ફાળો મહત્વનો ભાગ ભજવશે.