મેઘરજના સિમલેટી ગામે એક શખ્સને કુટુંબી જનના ઘરે જવાની અદાવતમાં ઢોર માર મારતાં એક મહિલા સહીત પાંચ શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોધાઇ છે સિમલેટી ગામના રમેશ અરજન ડામોર શનિવારે ડેમની બાજુમાં આવેલ ખેતરમાં દવા છાંટીને ઘરે આવી રહ્યા હતા તેવામાં ગામનાજ શખ્સો રસ્તામાં મળ્યા હતા અને રમેશભાઇને કહેવા લાગ્યા હતા કે મારા કાકાના ઘરે અમારે લડાઇ થયેલછે તો તમો કેમ તેમના ઘરે ગયેલા તેમ કહીને એક મહિલા સહિત પાંચ શખ્સોએ રમેશભાઇને ઢોર માર મારવા લાગ્યા હતા બુમા બુમ થતાં નજીકમાંથી માણસો દોડી આવી રમેશને વધુ મારમાંથી છોડાવ્યો હતો જે ઘટનામાં રમેશ ડામોરે આરોપી.ખાતુ પુજા ડામોર.બીપીન બાબુ ડામોર.પુજી ખાતુ ડામોર.બાબુ ખાતુ ડામોર.સોમા અરજન ડામોર તમામ રહે.સિમલેટી તા.મેઘરજ વિરૂધ્ધ ફરીયાદ નોધાવીછે