અયોધ્યા શ્રી રામ જન્મભુમિ માટે હિન્દુ સમાજ દ્વારા લાંબો સંઘર્ષ કરવો પડ્યો હતો. અને હવે 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. આવા સમયે રામ જન્મભૂમિ માટેની લડત જોડાયેલા કારસેવકોને સન્માનવાનો કાર્યક્રમ બાયડ તાલુકાના ડેમાઈના સરદારચોક ખાતે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ડેમાઈના પુર્વ સરપંચ મહેશભાઈ પટેલ, ડેમાઈના સરપંચ હેમલત્તાબેન ઠાકોર, આગેવાનો અને રામભક્તોની હાજરીમાં સુંદરકાંડના પાઠ સાથે યોજાયો હતો.
આ પ્રસંગે સને 1989,સને 1992 અને સને 2002 એમ ત્રણ તબક્કામાં કારસેવામાં ભાગ લેનારા કારસેવકો રસિકભાઈ પી શાહ બાયડ, સુર્યાબેન રસિકભાઈ શાહ બાયડ, યતિનભાઈ રસિકભાઈ શાહ બાયડ, અમ્રુતભાઈ બહેચરભાઈ પ્રજાપતિ સાઠંબા, હસમુખભાઈ કિશોરભાઈ પટેલ પટેલના મુવાડા, સુમનભાઈ ભીખાભાઈ પટેલ પટેલના મુવાડા, મહેન્દ્રભાઈ પટેલ આકરૂંદ, રાકેશભાઈ કા પટેલ સાઠંબા, સુરેશભાઈ અંબાલાલ પુરોહિત (ભોલા મહારાજ) સાઠંબા, રમેશભાઈ બહેચરભાઈ પટેલ, વિષ્ણુભાઈ બહેચરભાઈ પટેલ, ચિમનભાઈ કાળાભાઈ પટેલ, હસમુખભાઈ રાવલ, જગદીશભાઈ રાવલ,હિતેશભાઈ ઠાકર બાયડ, સુધિરભાઈ પટેલ, મફતભાઈ પટેલ, ચંદ્રિકાબેન પટેલ, નીરૂબેન ઠાકર, દિનેશભાઈ બારોટ, બિપીનભાઈ સગર, કિરીટગીરી ગોસ્વામી વિગેરે કારસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કારસેવકોએ તેમના કારસેવા દરમિયાન થયેલા અનુભવો વર્ણવી રામભક્તોને અવગત કર્યા હતા