ગોધરા,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના જુના લીબોદ્રા ગામ ખાતે પરમાર ફળિયામા રહેતા યુવક યુવતી ગુમ થઈ ગયા હોવાની પોલીસને જાણ કરવામા આવી હતી.જેને લઈને પોલીસ દ્વારા ગુમ થયેલા યુવક યુવતીની શોધખોળ કરવામા આવતા બંનેની લાશો લીબોદ્રા પાસે નીલગીરીના જંગલમાથી મળી આવી હતી.પોલીસે બનાવ સ્થળ પર પહોચીને જોતા યુવતીના ગળા પર ચાકુના ઘા હતા,જ્યારે યુવકે નજીકના એક વૃક્ષ પર ફાસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ મામલે શહેરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના જુના લીબોદ્રા ગામે પરમાર ફળિયામાં રહેતા યુવક યુવતી ગુમ થઈ જતા પરિવારજનો દ્વારા શહેરા પોલીસને જાણ કરવામા આવી હતી.સાથે સાથે આ યુવકે યુવતીની હત્યા કરી નાખી હોવાનુ સ્ટેટસ સોશિયલ મિડીયામાં મુકતા પરિવારજનો પણ ચિંતીત બન્યા હતા.આ યુવક યુવતીને શોધવા માટે પોલીસ અને પરિવારજનો દ્વારા આસપાસના વિસ્તારોમા તપાસ કરવામા આવી હતી.નજીકના ખેતરોમા પણ તપાસ હાથ ધરી હતી.16 કલાકની મહેનત બાદ પોલીસ દ્વારા બંનેની લાશોને શોધી કાઢી હતી. જેમા લીબોદ્રા પાસે આવેલી નીલીગીરીના જંગલમાંથી બંનેની લાશો મળી આવી હતી. શહેરા પોલીસે જંગલમાં તપાસ કરતા યુવકને મૃતદેહ એક વૃક્ષની ડાળી ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેમજ યુવતીનો મૃતદેહ ગળાના ભાગે ધારદાર ઈજા થયેલી હાલતમાં મળી આવ્યો હતો. સમગ્ર મામલાની જાણ પરિવારજનોને થતા પરિવારજનોમા પણ શોક વ્યાપી ગયો હતો. આ મામલે શહેરા પોલીસ મથકના પીઆઈ રાહુલ રાજપુત તેમજ તેમની ટીમ અને જીલ્લા નાયબ પોલીસ અધિક્ષક પી.આર.રાઠોડ઼,તેમજ એફએસએલની ટીમ પણ બનાવ સ્થળે પહોચી હતી. બંનેના મૃતદેહને ઉતારીને શહેરા ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામા આવ્યા હતા. આ મામલે શહેરા પોલીસની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી હતી.