ચોરીને અંજામ આપી પલાયન થનાર તસ્કરોએ સોનાના દાગીના અને રોકડ રકમ સેરવી છું
Advertisement
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બેરણા રોડ પર આવેલ વિરાટનગર સોસાયટીના મકાનનું તાળુ તોડી બેડરૂમની તિજોરીમાંથી તસ્કર સોનાનું ડોકીયુ અને રોકડ મળી કુલ રૂા.૯૦ હજારની માલમત્તા ચોરી રફુચક્કર થઈ જતા ઘરફોડ ચોરીની ઘટના સંદર્ભે એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રવિવારે ફરીયાદ નોંધાઈ હતી.
ઘરફોડ ચોરીની ઘટના સંદર્ભે પ્રાપ્ત વિગત અનુસાર બેરણા રોડ પર આવેલા વિરાટનગર સોસાયટીમાં રહેતા પ્રીયાબેન ભુપેન્દ્રભાઈ ભાવસારના મકાનને શુક્ર-શનિવાર દરમ્યાન કોઈ તસ્કરે નિશાન બનાવી મકાનના મેઈન લોખંડના દરવાજાનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ્યો હતો. ત્યારબાદ તસ્કરે બેડરૂમની તિજોરીનું તાળુ તોડી તિજોરીના ડ્રોવરમાં રાખેલ પર્સમાંથી રૂા.૮૨ હજારની કિંમતનું સોનાનું ડોકીયુ અને રૂા. ૮ હજારની રોકડ મળી કુલ રૂા.૯૦ હજારની માલમત્તા ચોરી પલાયન થઈ ગયો હતો. ચોરીની ઘટના અંગે પ્રીયાબેનને રવિવારે જાણ થતા એ.ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી ઘરફોડ ચોરીની ઘટના સંદર્ભે ફરીયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી