અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લાના મુખ્ય અને અંતરિયાળ માર્ગો પરથી થતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા અનેક સ્થળે બેરિકેડ લગાવી પોઇન્ટ ઉભા કર્યા છે મોડાસા-માલપુર રોડ પર મોડાસા ટાઉન પોલીસે આનંદપુરા કંપા નજીક ઉભી કરેલી ચેકપોસ્ટ પર સેન્ટ્રો કારમાંથી 245 કિલો ગૌ માંસ સાથે એક કસાઈને દબોચી લીધો હતો સેન્ટ્રો કાર ચાલક ફરાર થઇ જતા પોલીસે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
મોડાસા ટાઉન પીઆઇ ડી.કે.વાઘેલા અને તેમની ટીમે આનંદપુરા કંપા નજીક ઉભી કરેલ ચેકપોસ્ટ પર માલપુર તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતાં શંકાસ્પદ ઝડપ સાથે આવતી સેન્ટ્રો કારને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલકે કાર હંકારી મુકતા ટાઉન પોલીસે કારને આગળ કોર્ડન કરી અટકાવતા કાર ચાલક રફીક નામનો કસાઈ ઉતરી ફરાર થઇ ગયો હતો કારમા બેસેલ જાબીર મહોંમદ હનીફ તાસીયા (રહે,ભૂખરી પ્લોટ, ખંખરીયાની વાડી,સાતપુલ-ગોધરા)ને દબોચી લઇ કારમાંથી 245 કિલો ગૌમાંસનો જથ્થો જપ્ત કરી ઝડપાયેલ કસાઈને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી