33.5 C
Gujarat
Wednesday, August 26, 2026
Home ગુજરાત પંચમહાલ: ઉત્તરાયણ તહેવારને લઈ શહેરા પાલિકા ટીમનો સપાટો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફિરકીનો...

પંચમહાલ: ઉત્તરાયણ તહેવારને લઈ શહેરા પાલિકા ટીમનો સપાટો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફિરકીનો જથ્થો પકડ્યો

0

શહેરા

શહેરા પ્રાંત અધિકારીની સૂચનાને આધારે નગરપાલિકાની ટીમ દ્વારા પાલિકા વિસ્તારમાં ચાઈનીઝ દોરીનું વેચાણ દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું.શહેરા નગર પાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર અને તેમની ટીમે આકસ્મિક ચેકિંગ હાથ ધરતા‌ શહેરા પોલીસ ચોકી નજીકની દુકાનમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ફિરકા મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉત્તરાયણના પર્વને લઈને પતંગ અને દોરીના કેટલાક વેપારીઓ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી તેમજ ચાઈનીઝ તુક્કલનું વેચાણ કરવામાં આવતું હોય છે. શહેરા પ્રાંત અધિકારીની સૂચના અનુસાર અને નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ પાલિકા વિસ્તારમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ ન થાય તે માટે નગરપાલિકાના સેનેટરી ઈન્સ્પેકટર જીતેન્દ્રસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા પતંગ-દોરીના દુકાનદારોને ત્યાં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું,જેમાં શહેરા પોલીસ ચોકી નજીક આવેલી એક દુકાનમાં પતંગ-દોરીનું વેચાણ થતું હોય ત્યાં પાલિકાની ટીમે તપાસ કરતા દુકાનમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મળી આવી હતી,જેને લઈને પાલિકાની ટીમે સ્થળ પરથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 3 ફિરકા ઝડપી પાડી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!