સત કૈવલ રેસીડેન્સી સાઠંબા ખાતેની સોસાયટીમાં રહેતો યુવાન શ્લોક સોની પ્રતિબંધિત ચાઈનીઝ ફિરકા સાથે ઝડપાયો
અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બરવાલે જિલ્લા પોલીસ તંત્રને કોઈપણ ભોગે જીવલેણ ચાઈનીઝ દોરીનું વેચાણ ન થાય તે માટે તકેદારી રાખી આવા તત્વોને મુદ્દામાલ સાથે ઝડપી લેવા કડક સૂચનાઓ આપ્યા બાદ સાઠંબા પોલીસે પણ સાઠંબાની સતકૈવલ રેસીડેન્સીમાં રહેતા શ્લોક અલ્પેશ સોનીને તેના ઘર આગળ અલ્ટો કારમાં છુપાવેલી ચાઈનીઝ દોરીના છ ફિરકા સાથે ધરપકડ કરી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ સાઠંબા પોલીસ મથકના સાઠંબા ગામે સતકેવલ રેસીડેન્સીમાં રહેતો એક શખ્સ અલ્ટો કારમાં છુપાવીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો હોવાની બાતમી આધારે સાઠંબા પોલીસે સતકૈવલ રેસીડેન્સીમાં ત્રાટકતાં તે જ સોસાયટીમાં રહેતા શ્લોક અલ્પેશકુમાર સોની તેમના ઘર આગળ ઊભી રાખેલી અલ્ટો કારમાં તપાસ કરતાં પ્રતિબંધિત જીવલેણ ચાઈનીઝ દોરીના છ ફિરકાઓ જેની કિંમત રૂપિયા 2400/- સાથે શ્લોક અલ્પેશ સોનીની ધરપકડ કરી સાઠંબા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી