asd
28 C
Ahmedabad
Sunday, September 8, 2024

બુટલેગરની ગાડીથી જાન ગુમાવનાર પોલિસ અધિકારીના પરિવારજનોની મુલાકાત લેતા DGP, ભાવૂક દ્રશ્યો સર્જાયા


અમદાવાદના કણભા પો.સ્ટેશન વિસ્તારમાં ફરજ દરમિયાન બુટલેગરની ગાડીથી જાન ગુમાવનાર પોલીસ અધિકારીના પરિવારને ડી.જી.પી દ્વારા રૂ ૨.૫૧ લાખની સહાય અર્પણ કરાઈ

Advertisement

ગુજરાત પોલીસ દ્વારા બે લાખનો ચેક અને સાબરકાંઠા જિલ્લા પોલિસ દ્વારા ૫૧ હજારની રોક્ડ રકમની સહાય અર્પણ કરાઈ
.

Advertisement

તાજેતરમાં અમદાવાદના કણભા પો.સ્ટેશન વિસ્તારમાં ફરજ દરમિયાન બુટલેગરની ગાડીથી જાન ગુમાવનાર પોલીસ અધિકારીના પરિવારને આજરોજ સાંત્વના પાઠવીને સદ્ગતના પરિવાર ઉપર આવી પડેલ આફત માટે દિલસોજી પાઠવી હતી તે બાદ ગુજરાત ડીજી દ્વારા રૂ બે લાખનો ચેક અને સાબરકાંઠા જિલ્લા પોલિસ અધિક્ષકના હસ્તે ૫૧ હજારની રોકડ રકમ મળી રૂ ૨.૫૧ લાખની રકમની સહાય સ્વગર્સ્થના પરિવારજનોને અર્પણ કરવામાં આવી હતી ગુજરાતના પોલીસમાં ડી.જી .વિકાસ સહાય આજરોજ વિજયનગરના સરોલી ગામે શોકાંજલિ સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ. એસ.એસ.આઈ. બળદેવજી મરતાજી નિનામાને એમના પરિવારજનો સાથે બેસીને દિલસોજી પાઠવીને શોકાંજલિ અર્પી હતી તે વેળાએ ઉપસ્થિત ડીજી વિકાસ સહાયના પત્ની પણ ભાવુક બન્યાં હતા.

Advertisement

Advertisement

જાન ગુમાવનાર બળદેવજીના દીકરા ધર્મેન્દ્રભાઈ નિનામાને સમગ્ર ગ્રામજનો અને પરિવારની હાજરીમાં ડીજી વિકાસ સહાયના હસ્તે રૂ.બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો જ્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ દ્વારા રૂ.૫૦ હજારની રોક્ડ રકમ મળી કુલ ૨.૫૧ લાખની સહાય અર્પણ કરવામાં આવી હાતી.. સારોલી ગામે ડીજી અને ડીએસપી સાથે ઉપસ્થિત ડીવાએસપી સ્મિત ગોહિલ અને પોસઈ વાય.બી.બારોટે પણ સદગત પોલિસ અધિકારીને શ્રદ્ધા સુમન અર્પણ કરી એમના પરિવાજનોને સાંત્વના સાથે દિલસોજી પાઠવી હતી.

Advertisement

ઉલ્લેખનીય છે કે ૬ દિવસ અગાઉ વિજયનગરવ તાલુકાના સારોલી ગામના વતની અને અમદાવાદ કણભા પોલીસ મથકમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા બળદેવજી મરતાજી નિનામા ગત રાત્રીના આ પોલીસ મથકના અન્ય પોલીસ કર્મીઓ સાથે પીસીઆર વાન સાથે અમદાવાદ ઈંદોર હાઇવે ઉપર રાત્રિ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન દારૂ લઇ આવતી ગાડીનો પીછો કરવા જતા બુટલેગરે પોતાના કબજાની ગાડી વાંકીચૂકી હંકારીને સીપીઆર ગાડીને ટક્કર મારતા એએસઆઈ બળદેવજી મરતાજી નિનામાએ જીવ ગુમાવ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!