*અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર,સાંસદ સભ્ય દીપસિંહ પરમાર ની સૂચક ગેરહાજરી, ચૂંટણી ટાણે અવસર ચુક્યા*
*રીબડાના રાજદીપસિંહ જાડેજાની હાજરીએ અનોખું આકર્ષણ ઉભું કર્યું*
*સુપ્રીધ્ધ કલાકાર રાજલ બારોટના લાઈવ ડીજે સાથે મોડાસા શહેરના માર્ગો જય ભીમના નારાથી ગુંજી ઉઠ્યા*
*મોડાસા શહેરના સબલપુર સર્કલ થી આઇકોઇનિક બસ પોર્ટ સુધી અભૂતપૂર્વ રેલી સાથે ર્ડો.બાબા સાહેબ આંબેડકની પ્રતિમાનું અનાવરણ*
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં રવિવારે ભીમ મહોત્સવ જેવો માહોલ સર્જાયો હતો શહેરના આઇકોનિક બસપોર્ટ સર્કલ પર ર્ડો.બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું સબલપુર સર્કલથી ગાયક કલાકાર રાજલ બારોટના લાઈવ ડીજે સાથે ભવ્યતાભવ્ય રેલી આઇકોનિક બસ પોર્ટ સુધી યોજાઈ હતી શહેરના માર્ગો પર જય ભીમના નારા ગુંજી ઉઠ્યા હતા રેલીમાં હજ્જારોની સંખ્યામાં અનુ. જાતિ સમાજના અબાલ,વૃદ્ધ મહિલાઓ સૌકોઈ ઉમટી પડ્યા હતા તેમજ રેલીમાં સ્થાનિક રાજકીય અગ્રણીઓ સામાજિક અગ્રણીઓ જોડાયા હતા પોલીસતંત્ર સતત ખડેપગે રહ્યું હતું જય ભીમ સમાજ સેવા ટ્રસ્ટના હોદ્દેદારો અને કારોબારી સભ્યોની મહેનત રંગ લાવી હતી
મોડાસા શહેરમાં ર્ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું આઇકોનિક બસ પોર્ટ સર્કલ પર અનાવરણ પ્રસંગે સાંસદ સભ્ય ર્ડો.કિરીટ સોલંકી (અધ્યક્ષ,એસસી-એસટી કલ્યાણ સંસદીય સમિતિ),રાજુભાઈ પરમાર (પૂર્વ,રાજ્ય સભા સાંસદ),રાજદીપસિંહ.એ.જાડેજા (રીબડા બાપુ), અરવલ્લી ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ,મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ,સમરસતા મંચના ચંદ્રકાન્ત પટેલ,તત્ત્વ એન્જીનીયરીંગના ડાયરેક્ટર જયદત્તસિંહ બાપુ સહીત અનુસૂચિત જાતિ સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ર્ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ ભવ્ય આતશબાજી સાથે કરવામાં આવ્યું હતું સુપ્રસિદ્ધ ગાયક કલાકાર રાજલ બારોટ અને તેમની ટીમે રેલીમાં લાઈવ ડીજે સાથે વાતવરણ ઉત્સાહમય બનાવ્યું હતું ભીમ સૈનિકો ઝૂમી ઉઠ્યા હતા ર્ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અનાવરણ મહોત્સવમાં હજ્જારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી
જય ભીમ સેવા ટ્રસ્ટના પ્રમુખ અમૃતભાઈ પરમાર,મંત્રી બિપિનભાઈ પટેલ, ઉપપ્રમુખ નિકુંજભાઈ પરમાર,ખજાનચી રાકેશભાઈ વણકર,સહમંત્રી ઉષાબેન રાઠોડ, ઓડિટર નારાયણભાઈ રાઠોડ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અનિલભાઈ પરમાર,રાજેશભાઈ વણકર,દિનેશભાઇ સોનેરી, મુકેશભાઈ રાઠોડ,ભાનુભાઇ રાઠોડ તેમજ આનંદ પરમાર,દશરથ વણકર
સહીત ટ્રસ્ટના સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી ભીમ મહોત્સવને અવિસ્મરણીય બનાવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશ્વિન પરમારે કર્યું હતું