લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ સતત તૂટી રહી છે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા માટે કોંગ્રેસના પ્રથમ હરોળના નેતાઓએ આ મહોત્સવને મોદી મહોત્સવ અને આરઆરએસનો અંગત કાર્યક્રમ હોવાનું કહી ઇન્કાર કર્યા બાદ કોંગ્રેસની સ્થિતિ વધુ દયનિય બની હોય તેમ અનેક નેતાઓએ કોંગ્રસના નિર્ણંય સાથે અસહમતી દર્શાવી હતી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પછી અનેક કોંગ્રેસી નેતાઓનો મોહભંગ થયો હોય તેમ કોંગ્રેસને રામરામ કરી કેસરિયો ધારણ કરી રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લાના પીઢ કોંગ્રેસી અને ગુજરાત પ્રદેશ વિચરતી વિમુક્ત જાતિ સેલના ચેરમેન જશવંત યોગી તેમજ વિચરતી વિમુક્ત જાતિ સેલના 4 વાઇસ પ્રેસિડેન્ટ અને 5 જીલ્લા પ્રમુખ સહીત 100થી વધુ સમર્થકો સાથે સોમવારે કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાશે
કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયથી યથાવત છે. હાલ લોકસભા ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અનેક કોંગ્રેસના મોટા નેતાઓ અલવિદા કરવાની તૈયારીમાં છે. ગુજરાત કોંગ્રેસમાં આજે વધુ એક ગાબડુ પડ્યુ છે. ગુજરાત પ્રદેશ વિચરતી વિમુક્ત જાતિ સેલના ચેરમેન જશવંત યોગી તેમજ ચાર વાઇસ પ્રેસિડેન્ટ શંકરભાઇ, ઉમેશભાઈ, ગોપાલભાઈ ,ચીમનભાઈ અને વિચરતી વિમુક્ત જાતિ સેલના 5 જીલ્લાના પ્રમુખ અને તેમના 100 થી વધુ ટેકેદારો સાથે સોમવારે કમલમમાં ભાજપનો ખેસ પહેરી કેસરિયા મય બનવાનું નક્કી કરી લેતા ગુજરાત સહીત અરવલ્લી જીલ્લામાં કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે
ગુજરાત પ્રદેશ વિચરતી વિમુક્ત જાતિ સેલના ચેરમેન જશવંત યોગીએ Mera Gujarat સાથે વાત કરતા જણાવ્યું હતું કે વિચરતી વિમુક્ત જાતિમાં 40 જાતિનો સમાવેશ થાય છે અને તેની સંખ્યા એક કરોડ થી વધુ છે નાથ સંપ્રદાય સાથે જોડાયેલ જાતિઓમાં રામ ભગવાનનું વિશેષ મહત્વ છે ત્યારે કોંગ્રેસ હાઈ કમાન્ડના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં નહીં જવાનો નિર્ણય એ દિશાવિહિન નિર્ણય લાગ્યો હોવાથી તેમજ પાર્ટીની દિશા જ જ્યાં નક્કી ન થતી હોય ત્યાં હવે ન રહેવુ જોઈએ તેવુ મને લાગ્યુ અને પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે