મોડાસાના ખંભીસર મુકામે શ્રી મોડાસીયા વીસ ગામ કડવા પાટીદાર સમાજનો ૨૮ મો સમુહ લગ્નોત્સવ 28 જાન્યુઆરીના રોજ સાંજે સંપન્ન થયો. શ્રી ગંગાનાથ વિધાલય ખંભીસર મુકામે યોજાયેલા સમૂહ લગ્નમાં ૧૬ નવદંપતી એ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં. આ સમુહલગ્ન નું ખંભીસર ગામ ના વડીલો તથા યુવાનો એ ખુબ સુંદર આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં નીમા કેમિકલ્સ અમદાવાદના અશોકભાઈ વેણાભાઈ પટેલ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન સંગઠન ઉંઝાના પ્રવિણભાઇ પટેલ સંગઠન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મોડાસા તાલુકાના ખંભીસર મુકામે યોજાયેલા શ્રી મોડાસીયા વીસ ગામ કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં પત્રીકાના દાતા અમિષકુમાર નગીનભાઈ પટેલ, પ્રમુખ મેડિકલ મોડાસા તથા નલીનભાઇ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ સ્નેહલબેન પટેલ મામલતદાર હરેશભાઈ પટેલ સમરસતા મંચ અરવલ્લી ના પ્રમુખ ચન્દ્રકાન્ત પટેલ તથા સમુહલગ્ન માં સહયોગ આપનાર દાતાશ્રીઓ તથા વર કન્યા ના માતા પિતા તથા સમાજમાં થી પધારેલ મહેમાનો એ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહોત્સવ ને સફળ બનાવ્યો હતો.
સ્વાગત પ્રવચન અને પ્રાસંગિક પ્રવચન સમાજ ના પ્રથમ શ્રી સંજયભાઈ પટેલે કર્યું હતું સમુહ લગ્નોત્સવ માં સહયોગ આપનાર દાતાઓ નું સન્માન કરી આભાર માન્યો હતો… કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ પટેલ તથા મિનેષભાઇ પટેલ તથા સક્રિય કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું… ખુબ સુંદર ભોજન વ્યવસ્થા ખંભીસર ગામ ના વડીલો કાન્તિભાઈ પટેલ ધીરજભાઈ પટેલ ગુણવંતભાઈ પટેલ કનુભાઇ પટેલ તથા યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું…