ગુજરાતમાં ધાર્મિક લાગણી દુભાઈ એવા ભાષણ આપનાર સામે હવે,ગુજરાત પોલીસ હવે કાચું કાપવા માંગતી નથી,જૂનાગઢમાં ધાર્મિક લાગણી તેવું ભાષણ આપવા મુદ્દે પોલીસ સકંજામાં આવેલા મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુશ્કેલીમાં વધુ એક વખત વધારો થયો છે. જૂનાગઢ અને કચ્છ બાદ હવે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગત ૨૪ ડિસેમ્બર 2023ના રોજ એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો,જેમાં અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ અને અન્ય સમાજની ધાર્મિક લાગણી દુભાય એવુ ભાષણ આપવા મામલે,ટાઉન પોલીસ મથકે આરોપી મૌલાના વિરુદ્ધ ગુનો નોંધાયો છે.જેમાં ટાઉન પીઆઇ ડિ.કે વાઘેલા ફરિયાદી બન્યા છે,સમગ્ર ઘટનાની ગંભીરતાને લઈ,DY-SP,LCB, SOG સહિત પોલીસ ની ટીમે તપાસ હાથ ધરી છે,