37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : માલપુર ગ્રામ્ય વિસ્તારમાં પુત્રીની ઉંમરની સગીરાનું ઢગાએ લગ્નની લાલચ...

અરવલ્લી : માલપુર ગ્રામ્ય વિસ્તારમાં પુત્રીની ઉંમરની સગીરાનું ઢગાએ લગ્નની લાલચ આપી અપહરણ કર્યું ,પોલીસે કલાકોમાં દબોચ્યો

0
176

સગીરાનું અપહરણ કરનાર 54 વર્ષીય આધેડના પુત્રોના લગ્ન થઇ ગયા છે પૌત્રો રમાડવાની ઉંમરે પ્રેમના પાઠ ભણાવી સગીરાનું અપહરણ કરતા આધેડની કાળી કરતૂત સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો

અરવલ્લી જીલ્લાના માલપુર પંથકમાં ચોંકાવનારો કિસ્સો બનતા ભારે ચકચાર મચી હતી માલપુરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતો એક આધેડ પુત્રીની ઉંમરની સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કરી ફરાર થઇ જતા સમગ્ર પંથકમાં કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો સગીરાના અપહરણનો ગુન્હો માલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં 54 વર્ષીય ઢગાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ માલપુર પોલીસ સ્ટેશનમાં અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુન્હાના આરોપીને માલપુર પીએસઆઇ ડાભી અને તેમની ટીમે ગણતરીના કલાકોમાં માલપુરના કોયલીયા ગામમાંથી દબોચી લીધો હતો

માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા 54 વર્ષીય કાંતિ ભેમા ખાંટે પંથકની પુત્રીની ઉંમરની સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્નની લાલચ આપી ફરાર થઇ ગયો હતો આ અંગે સગીરાના પરિવારજનોએ માલપુર પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા માલપુર પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરી બાતમીદારો સક્રીય કરતા સગીરાનું અપહરણ કરનાર કાંતિ ભેમા ખાંટ કોયલીયા ગામમાં હોવાની બાતમી મળતા તાબડતોડ કોયલીયા ગામમાં રેડ કરી અપહરણ કરનાર ઢગાને ઝડપી પાડી જેલમાં ધકેલી દઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ઘરમાં પૌત્રો રમાડવાની ઉંમરે આધેડને યુવાની ફૂટી નીકળી હોય તેવું શરમજનક કૃત્ય કરતા આધેડના પરિવારજનોની સ્થિતિ કફોડી બની હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!