asd
28 C
Ahmedabad
Monday, September 16, 2024

અરવલ્લી: ભિલોડા તાલુકાના પડતર પ્રશ્નો હલ કરવા રજુઆત સંદર્ભે મામલતદાર ને આવેદનપત્ર અપાયું


ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ ધ્વારા બેઠક, રેલી નો કાર્યક્રમ યોજાયો

Advertisement

ભિલોડા,તા.૦૯

Advertisement

ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ ધ્વારા નીર સાગર કોમ્પલેક્ષમાં બેઠક નું આયોજન કર્યું હતું.બાઈક રેલીનો કાર્યક્રમ યોજાયો હતો.ભિલોડા તાલુકાના ઘણા પ્રશ્નો વર્ષોથી વણ ઉકેલ્યા અને પડતર માંગણીઓ સંદર્ભે સરકારમાં રજુઆત કરવા બાબતે ભિલોડા મામલતદાર રણજીતસિંહ મોરી ને આવેદનપત્ર અપાયું હતું.

Advertisement

અરવલ્લી જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારઘી, ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ કાંતિલાલ ખરાડી, અરવલ્લી જીલ્લા પંચાયત સદસ્ય રાજેશ્વરીબેન કે. ચંપાવત, ઈન્દુબેન બી. તબિયાર, શાંમળભાઈ ભાંભી, રાહુલ ગામેતી, અનિલ હડુલા, મુકેશભાઈ પટેલ, કાલીચરણ હોથા, બાબુલાલ પરમાર, સતિષ તબીયાર, જયેશ ઠાકોર, ધાર્મિક ચૌધરી, ભરત ત્રિવેદી, હર્ષદ ત્રિવેદી, સતિષ પટેલ સહિત અનેક કોંગ્રેસી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ભિલોડા તાલુકાના પ્રાણ પ્રશ્નોની યાદી

Advertisement

ભિલોડા ખાતે સરકારી સાયન્સ કોલેજ આપવી, અંતરીયાળ ગામડાંઓ તળાવો લીફટ એરીગેશન ઘ્વારા ભરવા, ભિલોડા કોટેઝ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર સેન્ટર શરૂ કરવું, કોટેઝ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર સહિત મેડિકલ સ્ટાફની ઘટ ભરવી, જ્યાં જરૂરિયાત હોય ત્યાં નવિન રોડ, જુના રોડ બિસ્માર છે ત્યાં સમારકામ હાથ ધરવું, ખેડૂતોને સુર્યોદય યોજના હેઠળ દિવસે વીજ પુરવઠો આપવો, સ્થાનિક યુવાનોને રોજગારી મળે તેવા આશય સાથે ઉઘોગો સ્થાપવા, ભિલોડા તાલુકા મથક ખાતે સુરક્ષા, સલામતી અર્થે બજારમાં અને જાહેર સ્થળો પર ઠેર-ઠેર અઘતન સુવિધાસભર સી.સી.ટી.વી કેમેરા લગાવવા, લારી-ગલ્લાવાળા વેપારીઓને કાયમી જગ્યા ફાળવવી, રીક્ષા-ચાલકો અને ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે રીક્ષા-સ્ટેન્ડ ફાળવવું, ભિલોડા તાલુકો ભૌગોલિક રીતે વિસ્તારની દ્રષ્ટિએ ઘણો મોટો વિસ્તાર હોય શામળાજી વિસ્તારના લોકોની માંગણી ને ઘ્યાનમાં રાખી શામળાજીને તાલુકા મથકનો દરજ્જો આપવા સંદર્ભે આવેદનપત્ર મામલતદાર ને અપાયું હતું.કોંગ્રેસ નું સંગઠન મજબુત બનાવા સંદર્ભે ભાર મુકયો હતો.આગામી લોકસભાની ચુંટણી દરમિયાન ભાજપ ને જાકારો આપવા આહવાન કર્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!