શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ડોકવા ગામે વિકસીત ભારત વિકસીત ગુજરાત અંતર્ગત પ્રધાનમંત્રી આવાસોનુ ઈ લોકાપર્ણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા શહેરા તાલુકામા આવાસોનુ ઈ લોકાપર્ણ કરવામા આવ્યુ હતુ. શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને હસ્તે આવાસોની ચાવી આપવામા આવી હતી. શહેરા તાલુકામા 3401 આવાસોના ઈ લોકાપર્ણ કરવામા આવ્યા હતા.
વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ની નેમને સાકાર કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી રૂ.૨,૯૯૩ કરોડના ખર્ચે ૧,૩૧,૪૫૦થી વધુ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુજરાતના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સમાંતર કાર્યક્રમમાં રાજ્યભરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા વિસ્તારની કુલ ૪૩૨ પંચાયતના રૂ.૧૬૭.૩૪ કરોડના કુલ ૧૩,૯૪૫ આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જેમા શહેરા શહેરાના ડોકવા ખાતેથી વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને જિલ્લા કલેકટર આશિષ કુમાર,નાયબ કલેકટર નિહાર ભેટારીયાની ઉપસ્થિતિમાં ૩૪૦૧ આવાસોનું લોકાર્પણ કરાયું હતું. .આ તકે લાભાર્થીઓએ આવાસ યોજનાનો સુખદ્ અનુભવ વર્ણવતા પોતાનો પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવાદ સહિતના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ લોકોએ એલ.ઈ.ડી. સ્ક્રિન પર પ્રધાનમંત્રીનું જીવંત પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યો હતો. આ પ્રંસગે પંચમહાલ પ્રભારી અને ભાજપા નેતા ભરતભાઈ ડાંગર, ભાજપાના પદાધિકારીઓ, તેમજ તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓ, ગ્રામજનો,લાભાર્થીઓ હાજર રહ્યા હતા.