અરવલ્લી જીલ્લા એસપી શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર પ્રોહીબીશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે બુટલેગરો માટે સિલ્કરૂટ તરીકે જાણીતા અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર રતનપુર ચેકપોસ્ટ પર શામળાજી પોલીસે સઘન પેટ્રોલિંગ અને રાઉન્ડ ધી ક્લોક વાહનોનું સઘન ચેકીંગ હાથધરી નાના-મોટા વાહનોમાંથી વિદેશી દારૂ ઝડપી પાડી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી છે રતનપુર ચેકપોસ્ટ પરથી વર્ના કારમાં પાછળની સીટ નીચે બનાવેલ ગુપ્ત ખાના માંથી 55 હજારથી વધુના વિદેશી દારૂ સાથે અમદાવાદ બોપલના ધર્મેશ નામના બુટલેગરને ત્યાં ઠાલવે તે પહેલા રાજસ્થાની બે ખેપિયાને ઝડપી લીધા હતા
શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા રાજસ્થાનમાંથી વિદેશી દારૂ ભરેલી વર્ના કાર ગુજરાતમાં પ્રવેશનાર હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની બાતમી આધારિત વર્ના કાર આવતા અટકાવી તલાસી લેતા કારની પાછળની સીટ નીચે બનાવેલ ગુપ્તખાનું મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી પોલીસે ગુપ્તખાનામાંથી વિદેશી દારુની બોટલ નંગ-54 કીં.રૂ.55230 /-નો જથ્થો જપ્ત કરી કાર ચાલક દિલીપ હાજારામ મીણા અને અજય કલ્યાણસિંહ મીણા (બંને,રહે,બડલા-રાજ)ને ઝડપી પાડી વિદેશી દારૂ, કાર અને મોબાઈલ મળી રૂ.3.57 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કારમાં વિદેશી દારૂ ભરી આપનાર બુટલેગર મહિપાલસિંહ રાજપૂત (રહે,ઉદેપુર) અને દારૂ મંગાવનાર ધર્મેશ પટેલ (રહે,બોપલ-અમદાવાદ) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા