29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી :મૌલાના મુફ્તી સલમાન અઝહરીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે પાંચ દિવસના...

અરવલ્લી :મૌલાના મુફ્તી સલમાન અઝહરીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ આપ્યા

0
140

ગત 24 ડિસેમ્બરે મોડાસામાં પણ યોજાયો હતો કાર્યક્રમ
અરવલ્લી પોલીસે ગુપ્તસ્થાને પૂછપરછ કર્યા બાદ મૌલાના મુફતી સલમાન અઝહરીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરાયો
મોડાસા કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષાના પગલે કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું
DYSP કે.જે.ચૌધરી અને LCB પીઆઈ કે.ડી.ગોહિલ સહીત કાફલો તૈનાત કરાયો

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં મૌલાના મુફતી સલમાન અઝહરી અને આયોજક ઈશાકભાઈ ઘોરી સામે ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે ફરિયાદ નોંધાઈ હતી

મહારાષ્ટ્ર ઘાટકોપરના મૌલાના મુફ્તી સલમાન અઝહરીને જૂનાગઢ, કચ્છના સામખીયાળી અને અરવલ્લીના મોડાસામાં ભડકાઉ ભાષણ કર્યા બાદ સતત મુશ્કેલીઓ વધી રહી છે જૂનાગઢ પોલીસે ધરપકડ કર્યા બાદ કચ્છ પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ રિમાન્ડ પૂર્ણ થતા ભચાઉ કોર્ટે મૌલાના મુફ્તી સલમાન અઝહરીના જામીન મંજૂર કરતા મોડાસા શહેરમાં ભડકાઉ ભાષણ અને અનુસૂચિત જાતિ વિષે અપમાનજનક શબ્દોના ઉપયોગ માટે મોડાસા ટાઉન પોલીસે સ્ટેશનમાં ગુન્હો નોંધાતા અરવલ્લી પોલીસે મૌલાના મુફ્તીનો કચ્છ પોલીસ પાસેથી કબજો મેળવી મોડાસા કોર્ટમાં રજુ કરતા 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા

મોડાસામાં 4 ડિસેમ્બરે યોજાયેલ નશામુક્તિ અભિયાન અને ધાર્મિક પ્રોગ્રામમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કરતા અને અનુસૂચિત જાતિ સમાજ વિષે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતા મૌલાના મુફતી સલમાન અઝહરી અને પ્રોગ્રમના આયોજક ઇશાકભાઈ ગોરી સામે ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પીઆઈ ડી.કે.વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ઇશાક ઘોરીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા બાદ સોમવારે અરવલ્લી પોલીસે મૌલાના મુફ્તી સલમાન અઝહરીને મોડાસા કોર્ટમાં રજુ કરી જુદા-જુદા મુદ્દા હેઠળ દસ દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!