અરવલ્લી જિલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર અસામાજિક પ્રવૃત્તિઓ પર કાબુ મેળવવા સતત દોડાદોડી કરી જિલ્લામાં ફૂલીફાલી બદીઓ પર કાબુ મેળવવામાં મહદંશે સફળ રહી છે. ટીંટોઇ પોલીસે સુનોખ ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર-૮ ઉપર પોલીસ સ્ટાફ વાહન ચેકીંગ કરતા તે દરિમયાન બાતમી હકીકતના આધારે રાજસ્થાનમાંથી ગુજરાત રાજ્યમાં પ્રવેશતા આવતા જતાં વાહનો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય જે અન્વયે વાહન ચેકીંગમાં હતા તે દરમિયાન સુનોખ ગામની સીમમાં નેશનલ નંબર-૮ હાઇવે રોડ ઉપર પેટ્રોલીંગ વખતે એક બાઇક ચોર ઝડપી પાડ્યો હતો
ટીંટોઇ પીએસઆઇ કોમલ રાઠોડ અને તેમની ટીમ અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર સુનોખ ગામની સીમ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધારતા બાઇક ચાલકને ઉભું રાખવી નંબર પ્લેટ ઉપર GJ-01-UQ-0417 નો લખેલ હોય તેની પૂછતાછ કરતા શૈલેષભાઇ કાનજીભાઈ જાતે હંગાત (રહે-આમજેરા,બિછિવાડા-રાજ) હોવાનું જણાવતા તેની પાસે બાઇકના ડોક્યુમેન્ટ્સ માંગતા ગલ્લાંતલ્લાં કરતા પોલીસે પોકેટકોપની તથા મોટર સાઈલકલ નો નંબર ગુજકોપ ઉપર ચેક કરતાં સદર મોટર સાઇકલ અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કલમ 379 મુજબના ગુન્હાના કામે ચોરાયેલ હોય જે આરોપી સાથે મળી આવતા ટીંટોઇ પોલીસે આરોપી સાથે મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.