અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બારવાલએ જીલ્લામાંથી અપહરણ અને ગુમ થયેલ મહિલાઓ,સગીરાઓ અને બાળકોને શોધી કાઢવા માટે સૂચના આપતા જીલ્લા પોલીસતંત્રએ બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કાર્યવાહી હાથધરી છે સાઠંબા પોલીસે બાયડ ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર આણંદ જીલ્લાના ઉમરેઠના સરદારપુરા ગામના દક્ષેશ જ્યંતિ પરમારને દબોચી લઇ અપહત્ય સગીરાનો છુટકારો કરાવ્યો હતો
બાયડ તાલુકાના સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થોડા દિવસ અગાઉ એક સગીરાનું અપહરણ થતા પોક્સો અને એટ્રોસિટી એક્ટનો ગુન્હો નોંધાતા સાઠંબા પીએસઆઈ પીએસઆઈ આર.બી. રાજપૂત અને તેમની ટીમે શી ટીમ સાથે સયુંકત કામગીરી હાથધરી સગીરા નું અપહરણ કરનાર દક્ષેશ જ્યંતિ પરમાર (સરદારપુરા, ઉમરેઠ-આણંદ) ને ભોગ બનનાર સગીરા સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો સાઠંબા પોલીસે ગણતરીના દિવસોમાં પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો