asd
28 C
Ahmedabad
Sunday, September 8, 2024

અરવલ્લી : બુટલેગરોએ કાલીયાકુવા બોર્ડર પરથી દારૂની લાઈન ચાલુ કરી..!!દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર ઝાડ સાથે ભટકાઈ ચાલકનું મોત


SP શૈફાલી બારવાલે પ્રોહીબીશનની કામગીરી માટેની શખ્ત સૂચના છતાં છાને છુપાને દારૂની લાઈન કાલીયાકુવા અને રેલ્લાવાડાના માર્ગે દારૂ ઠાલવવા બુટલેગરો સક્રિય

Advertisement

આણંદના બાકરોલ ગામના બુટલેગર રજ્જાક મજીદખાન પઠાણનું સ્થળ પર મોત

Advertisement

સદનસીબે કાલીયાકુવા ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસકર્મી અને હોમગાર્ડનો આબાદ બચાવ

Advertisement

કાલીયાકુવા સરહદ પરથી ફોર્ચ્યુનર કાર જેવી લકઝુરિયસ કારમાં દારૂની લાઈન સપ્તાહમાં ત્રણ થી ચાર વાર ચાલતી હોવાની ચર્ચા

Advertisement

અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં નાના-મોટા વાહનો મારફતે બુટલેગરો વિદેશી દારૂ ઠાલવવા સક્રિય બન્યા છે બુટલેગરો માટે સિલ્કરૂટ
તરીકે જાણીતી રતનપુર ચેકપોસ્ટ પર શામળાજી પોલીસે સઘન વાહન ચેકીંગ હાથધરી સતત દારૂ ઝડપી લેતા બુટલેગરોએ રેલ્લાવાડા અને કાલીયાકુવા બોર્ડર પરથી વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે

Advertisement

મેઘરજની કાલીયાકુવા ચેકપોસ્ટ પર ઉભી કરેલી પોલીસ ચોકી નજીક દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર ધડાકાભેર અથડાતા કારના આગળના ભાગના ફૂરચેફૂરચા નીકળી ગયા હતા કાર ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું ફોર્ચ્યુનર કારમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ભરેલો હોવાથી પોલીસ ચોંકી ઉઠી હતી અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ફોર્ચ્યુનર કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થતા મેઘરજ પોલીસ હોફાળી-ફોફાળી બની હતી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કારમાંથી 62 હજારથી વધુનો દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

મેઘરજની કાલીયાકુવા ચેકપોસ્ટ પર મંગળવારે સવારે રાજસ્થાન તરફથી દારૂ ભરેલી ફોર્ચ્યુનર કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા પોલીસ ચોકી નજીક ઝાડ સાથે ધડાકાભેર અથડાતા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ બહાર દોડી આવ્યા હતા ફોર્ચ્યુનર કાર ઝાડ સાથે ભટકાતા કાર ચાલક બુટલેગરનું સ્થળ પર મોત નીપજ્યું હતું પોલીસે ફોર્ચ્યુનર કારમાંથી 62 હજારનો દારૂ જપ્ત કરી મૃતક બુટલેગર રજ્જાક માજિદખાન પઠાણ (રહે,સરદાર આવાસ,બાકરોલ,આણંદ) સામે ગુન્હો નોંધી મૃતકની લાશને પીએમ માટે ખસેડી દીધો હતો અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!