34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ અરવલ્લી : SOGએ મોડાસાના સર્વોદય નગર (ડુંગરી) માંથી ગાંજાના વેપલાનો પર્દાફાશ કરી,અર્જુન...

અરવલ્લી : SOGએ મોડાસાના સર્વોદય નગર (ડુંગરી) માંથી ગાંજાના વેપલાનો પર્દાફાશ કરી,અર્જુન સલાટને 72 ગ્રામ ગાંજા સાથે દબોચ્યો

0
143

 

 

મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં દેશી-વિદેશી દારૂ અને ગાંજાના નશાનો કારોબાર ધમધમી રહ્યો છે ગાંજાના નશાના રવાડે ચઢી યુવા વર્ગ બરબાદીના ગર્તામાં ધકેલાઈ રહ્યું છે મોડાસા શહેરમાં ગાંજા અને ચરસનું વેચાણ વધી રહ્યું હોવાની ચર્ચા વચ્ચે જીલ્લા એસઓજી પોલીસે નશાનું હબ ગણાતા મોડાસા શહેરના સર્વોદય નગર (ડુંગરી) વિસ્તારમાં ત્રાટકી ઘરમાં ગાંજાનો વેપલો કરનાર શખ્સને દબોચી લઇ 72.05 ગ્રામ જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી એસઓજી પીએસઆઈ સી.એફ.રાઠોડ અને તેમની ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા દેશી -વિદેશી દારૂ અને તાડીના વેચાણ માટે પંકાયેલ સર્વોદય નગર (ડુંગરી)
વિસ્તારમાં એક શખ્સ ઘરમાં ગાંજો વેચાણ કરતો હોવાની બાતમી મળતા તાબડતોડ બાતમી આધારીત રહેણાંક વિસ્તારમાં ત્રાટકી અર્જુન દેવાજી સલાટને ઝડપી પાડી તેની તલાસી લેતા ખિસ્સામાંથી 725 રૂપિયાનો 72.05 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે તેના ઘરમાંથી ગાંજાના તોલમાપ માટે રાખેલ વજન કાંટો,પ્લાસ્ટીકની થેલીઓ અને સ્ટેપ્લર તેમજ મોબાઈલ મળી આવતા પોલીસે કુલ રૂ.5725નો મુદ્દામાલ જપ્ત કરી અર્જુન સલાટ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!