વેલેન્ટાઈન ડે ની કપલ્સ દ્વારા ઉજવણી
વિશ્વભરમાં પ્રેમ ના તહેવાર તરીકે ઉજવાતા અને વિશ્વભરના યુવાધન માં પ્રેમ ને એકરાર કરવા માટે મહત્વનો દિવસ ગણાતા 14 ફેબ્રુઆરી વેલન્ટાઈન ડેની ઉજવણી માં અરવલ્લી જીલ્લામાં યુવાનો-યુવતીઓમાં ભારે થનગનાટ સાથે દિવસભર એકબીજાને પ્રેમ અને અવનવી ભેટ સોગાદોની આપલે કરી પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરી પશ્ચિમી સંસ્કૃતિના આ પ્રેમના પર્વની ઉજવણી કરી હતી મોડાસા શહેરમાં વેલન્ટાઈન ડે ની અગાઉની રાત્રી એ બજારમાં ગુલાબના ફૂલ વેંચતા ફેરિયાઓને ત્યાં ખરીદી કરવા યુવા હૈયાઓ અને કપલ્સ પણ ઉમટ્યા હતા
મૂળ પશ્ચિમી સંસ્કૃતિનો અને છેલ્લા કેટલાય વર્ષોથી ભારત માં પ્રચલિત થયેલ વેલેન્ટાઈન ડે એટલે પ્રેમ પર્વની ભારત માં પણ સૌ કોઈ ઉમંગ ભેર ઉજવણી કરી રહ્યા છે અરવલ્લી જીલ્લાના શહેરી વિસ્તારો સહીત ગ્રામ્ય વિસ્તારોના યુવાધનમાં પણ વેલેન્ટાઈન ડે ની ઉજવણી માં મશગુલ બન્યા હતા વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરવા અને પ્રેમની અભિવ્યક્તિ દર્શાવવા માટે યુવકો-યુવતીઓ એ બજારો અને ગિફ્ટ આર્ટિકલ ની દુકાનો માંથી ટેડીબીયર,લવ હાર્ટ શો પીસ,વોલપીસ,લવ બેન્ડ સહીત અવનવી ગિફ્ટ આપી હતી કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ વેલેન્ટાઈન ડે દિવસ ને વિશેષ દિવસ બનાવવા અવનવા આયોજન કરી ઉજવણી કરી હતી મોડાસા શહેરમાં વેલેન્ટાઈન ડે ની અગાઉની રાત્રી એ બજારમાં ગુલાબના ફૂલ 30થી 50 રૂપિયાના ભાવે યુવાહૈયાઓ અને પતિ-પત્ની દ્વારા ખરીદવામાં આવ્યા હતા વેલેન્ટાઈન ડે ની ઉજવણીના મેસેજ અને પોસ્ટ શોશ્યલ મીડિયા માં આપલે કરી પ્રેમના અભિવ્યક્તિના તહેવારને પ્રોત્સાહન અપાતા મેસેજે ધૂમ મચાવી હતી