તળાવમાં લાશ હોવાની વાતે ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાંઃમરનાર પુરૂષ બે દિવસથી ગુમ હતો
બાયડ તાલુકાના ગાબટ નજીક જીતપુર વાંટા ગામે આવેલા ખાંનેરા તળાવમાંથી 43 વર્ષીય પુરુષની લાશ મળી આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી તળાવમાં લાશ તરતી હોવાની વાતે ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થઈ ગયા હતા
વધુ પ્રાપ્ત માહિતી મુજબ જીતપુર વાટા નજીક તલાવડી ગામના ફુલસિંહ ચેહરસિંહ પરમાર ઉં વ. 43 છેલ્લા બે દિવસથી ઘરેથી ગાયબ હતા બુધવારના રોજ જીતપુર વાંટા ગામ નજીક આવેલા ખાંનેરા તળાવમાં એક લાશ પાણીમાં તરતી હોવાની જાણ થતાં ઘટના અંગે સાઠંબા પોલીસને જાણ કરવામાં આવતાં સાઠંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી તળાવના પાણીમાંથી મરનારની લાશની બહાર કઢાવી પૂછપરછ કરતાં આ લાશ પરમાર ફુલસિંહ ચેહરસિંહની હોવાનું જાણવા મળ્યું હતું.
સાઠંબા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી મોતના કારણો અંગે તપાસ હાથ ધરી હતી