38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત પ્રાકૃતિક કૃષિના માધ્યમથી દેશમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવશે : રાજ્યપાલ

પ્રાકૃતિક કૃષિના માધ્યમથી દેશમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવશે : રાજ્યપાલ

0
193

વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્યો સાથે રાજભવન ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે વિચારગોષ્ઠિ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વાન કર્યું છે, ત્યારે પ્રાણી માત્રના સુખ-સ્વાસ્થ્ય માટે ચિંતા કરવી આવશ્યક છે, તેમણે જણાવ્યું હતું કે, સ્વતંત્રતા સમયે હરિત ક્રાંતિ અને રાસાયણિક કૃષિ સમયની માંગ હતી. આજે ધરતીનો ઓર્ગેનિક કાર્બન દિન પ્રતિદિન ઘટી રહ્યો છે. ઓર્ગેનિક કૃષિ અર્થાત્ જૈવિક ખેતીમાં પૂરતું ઉત્પાદન નથી મળતું. વિદેશી અળસિયાં ભારતીય વાતાવરણમાં પૂર્ણરુપે કાર્ય કરી શકતા નથી. આવા સમયે કૃષિની કોઈ લાભપ્રદ પદ્ધતિ વિશે વિચારવું જરૂરી છે

ભૂમિ બંજર બની રહી છે, લોકો રાસાયણિક ખાતર અને જંતુનાશકના ઉપયોગથી પેદા થતા ખાદ્યાન્નના કારણે કેન્સર, ડાયાબીટીસ, હ્રદયરોગ જેવી અસાધ્ય બિમારીનો ભોગ બની રહ્યા છે. રાસાયણિક કૃષિનો મજબૂત વિકલ્પ પ્રાકૃતિક કૃષિ છે.
રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવા પ્રાકૃતિક કૃષિ અપનાવી પ્રજાને સ્વાસ્થ્યપ્રદ આહાર ઉપલબ્ધ કરાવવાની અપીલ કરતા રાજ્યપાલ દ્વારા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!