30 C
Ahmedabad
Thursday, May 16, 2024

ખેડબ્રહ્માના MLA અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાશે કે નહીં…? ઘેરાઇ રહ્યું છે રહસ્ય..!


ખેડબ્રહ્માના ધારાસભ્યા અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ શકે છે જેવા વાતો ક્યારનીય ચાલી રહી છે. સુખરામ રાઠવાને વિપક્ષ નેતા બનાવાતા આ વાતની નારાજગીને લઈને અશ્વિન કોટવાલ બીજેપીમાં જોડાય તેવી પુરી શક્યતાઓ છે, તેવા મીડિયા અહેવાલો હતા. કેમ કે, ઘણા સમયથી કોંગ્રેસના તમામ મોટા કાર્યક્રમ વિરોધ પ્રદર્શન, વિધાનસભામાં ગેર હાજરી દેખાઈ રહી છે.

Advertisement

વાત એટલે સુધી ચાલી રહી છે કે, આગામી 6 એપ્રિલના રોજ સાબરકાંઠાના હિંમતનગરમાં એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્યારે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.

Advertisement

પણ આ વચ્ચે મેરા ગુજરાત સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું કે, હાલ તેવી કોઇ વાત તેમના ધ્યાને આવી નથી. હું કોઇનાથી નારાજ નથી અને ક્યાંય જોડાઉ તેવું પણ નથી. આ 6 તારીખના રોજ હિંમતનગર ખાતે યોજનારા કાર્યક્રમ અંગે પણ મને કોઇ ખ્યાલ નથી. ટૂંકમાં એક જ શબ્દમાં તેમણે કહ્યું કે, હાલ ભાજપમાં જોડાવાની કંઇ જ વાત નથી.

Advertisement

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ નારાજ ચાલી રહ્યા હોવાની વાતે જોર પકડ્યું હતું પરંતુ તેમને હજુ સુધી ખુલીને આ વાત નથી કરી. કોંગ્રેસના કેટલાક કાર્યક્રમોમાં અશ્વિન કોટવાલની ગેરહાજરીના કારણે ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ હતી. જોકે, હાલ તો મેરા ગુજરાત સાથે ટેલિફોનિક વાતચીતમાં ભાજપમાં જોડાવાની વાત પર અર્ધવિરામ મુક્યું હોય તેવું લાગ્યું, પણ જોડાશે કે નહીં તે તો સમય જ બતાવશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!