38 C
Gujarat
Sunday, July 12, 2026
Home વિડીયો મોરબીમાં રખડતા શ્વાનનો ત્રાસ, તંત્ર લાચાર.. !!! એક જ દિવસમાંં 36 લોકોને...

મોરબીમાં રખડતા શ્વાનનો ત્રાસ, તંત્ર લાચાર.. !!! એક જ દિવસમાંં 36 લોકોને બચકા ભર્યા ! જુઓ CCTV

0
241

મોરબી શહેરમાં રખડતા કૂતરાઓને ત્રાસ એટલી હદે વધી ગયો છે કે, એક જ દિવસમાં 36 જેટલા લોકોને કૂતરા કરડવાની ઘટનાઓ ઘટી હતી. મોરબી શહેરમાં શ્વાનના બચકા ભરવાની એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે જેમાં બે બાળકો રમતા હતા તેમ સમયે કરડ્યા હતા.

મોરબી મહેન્દ્રનગર પાસે પ્રભુકૃપા સોસાયટી સહિત આજુબાજુ ના વિસ્તારમાં હડકાયા કૂતરાએ રીતસર આંતક ફેલાવ્યો હતો. મોરબીમાં હડકાયા કૂતરાઓના કરડવાની ઘટનાને લઇને સરકારી સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં કૂતરું કરડવા થી ઇજાગ્રસ્ત થયેલા લોકોનો ધસારો જોવા મળ્યો હતો.

મોરબીમાં બે દિવસ પહેલા કૂતરા કરડવાના બનાવ અંગે સી.સી.ટીવી ના ફૂટેજ સોશીયલ મીડીયા માં વાયરલ થયો હતો, જેમાં નાના નાના ભૂલકાંઓને પણ શ્વાને છોડ્યા નહોતા, સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થયો હતો.

જુઓ ભૂલકાઓને પણ રખડતા શ્વાને તેનો શિકાર બનાવ્યો

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!