અરવલ્લી જીલ્લામાં શિયાળાના ધીમા પગલે વિદાયની ઘડીઓ વચ્ચે એક બાજુ લગ્ન પ્રસંગો ચાલી રહ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કર ટોળકી સક્રિય થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે મોડાસા તાલુકાના બોલુન્દ્રા ગામમાં એક સાથે 8 બંધ મકાનના તાળા તોડી ઘરફોડ ચોરોએ બંધ મકાનોને ઘમરોળી નાખ્યા હતા સદનસીબે 8 મકાન કેટલાક સમયથી
કોઈ રહેતું ન હોવાથી તસ્કર ટોળકીને ફેરો માથે પડ્યો હતો ટીંટોઈ પોલીસ નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવે તેવી માંગ પ્રબળ બની છે જોકે 8 મકાનમાં ચોરીની ઘટના અંગે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ચોપડે કોઈ ફરિયાદ નોંધાઈ નથી
ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બોલુન્દ્રા ગામમાં છેલ્લા કેટલાક સમયથી બંધ રહેલ 8 જેટલા મકાનમાં ઘરફોડ ચોરોએ ત્રાટકી મકાનોના તાળા તોડી ઘરમાં રહેલ માલસામાન વેરવિખેર કરી નાખ્યો હતો મોટા ભાગના મકાન માલિક બહાર રહેતા હોવાથી તસ્કરોને કિંમતી ચીજવસ્તુ કે રોકડ રકમ હાથ લાગી ન હતી 15 હજાર રૂપિયા જેટલી રોકડ રકમ એક ઘરમાંથી ચોરી થઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી ગામમાં એક સાથે 8 બંધ મકાનમાં તસ્કરો ત્રાટકતા બોલુન્દ્રા ગામ સહીત સમગ્ર પંથકના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો ટીંટોઈ પોલીસ ના નાઈટ પેટ્રોલિંગ સામે અનેક સવાલ પેદા થયા છે