28 C
Ahmedabad
Friday, May 3, 2024

અરવલ્લી : માલપુરના મંગલપુર ગ્રામ પંચાયતને L&T દ્વારા ડસ્ટબિન ભેટ


ગ્રામ્ય વિસ્તારોમાં કચરો એકત્રિત કરવા માટે કોઇ ખાસ સુવિધાઓ હોતી નથી અને પંચાયત પાસે પણ ભંડોળ પૂરતા પ્રમાણમાં આવતું નથી, જેને લઇને સ્વચ્છતા માટે ખાસ ધ્યાન રાખી શકવામાં કેટલીક અડચણ આવતી હોય છે. પણ સામાજિક સંસ્થાઓ અને ખાનગી કંપનીઓના સહયોગ પણ કેટલીક વાર ગામના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો ભજવાય છે. માલપુર ગલીયાદાંતી L&T ટોલબુથની ટીમ દ્વારા મંગલપુર ગ્રામ પંચાયતને કચરા પેટીનું દાન કરવામાં આવ્યું છે.

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લાના માલપુર ગલીયાદાંતી ખાતેન L&T ટોલબુથની ટીમ દ્વારા મંગલપુર ગ્રામ પંચાયત 15 થી વધુ કચરા પેટીઓ આપવામાં આવી છે. L&T કંપનીના કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલી કચરા પેટીને ગામના અલગ અલગ વિસ્તારોમાં મુકવામાં આવનાર છે, જેથી ગામમાંથી નિકળતો કચરો રોડ પર ન ફેંકી શકાય અને કચરાપેટીનો ઉપયોગ થાય અને ગામને સ્વચ્છ બનાવી શકાય. ગામ સ્વચ્છ રહે તે માટે લોક જાગૃત લાવવા કંપનીના કર્મચારીઓ અને પંચાયત દ્વારા પ્રયાસ કર્યો હતો. ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દીપલબહને L&T ટીમનો આભાર માન્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!