શહેરા
શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટી સંલગ્ન શ્રી મુક્તજીવન સ્વામીબાપા આર્ટસ કોલેજ વાઘજીપુરના એનએસએસ વિભાગ દ્વારા શહેરા તાલુકાના ચલાલી ખાતે સાત દિવસીય વાર્ષિક શિબીરનો પ્રારંભ થયો છે. પંચમહાલ જીલ્લા એનએસએસ કોર્ડિનેટર સંજયભાઈ જોશી અને મુખ્ય મહેમાન તરીકે શ્રી વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરુઆત એનએસએસ વિભાગના વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરીને કરી હતી.ત્યારબાદ દીપ પ્રાગ્ટય કરીને કાર્યક્રમ ખુલ્લો મુકવામા આવ્યો હતો,પ્રાથમિક શાળા ચલાલીની વિદ્યાર્થીની બાળાઓએ સ્વાગત ગીત રજુ કરીને સ્વાગત કર્યુ હતુ.આ પ્રંસગે મુક્તજીવન સ્વામીબાપા આર્ટસ કોલેજના આચાર્ય ડો.અશોકભાઈ બારીયાએ જણાવ્યુ હતુ કે માત્ર પુસ્તકીયુ જ્ઞાન કે ચાર દીવાલોમાં ચાલતા શિક્ષણને મહત્વ ન આપતા શિક્ષણની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ રહેલો છે. તેમજ એનએસએસ નું મુખ્ય કાર્ય પર્યાવરણની જાળવણી વિકાસ અને સુરક્ષા, ધાર્મિક કાર્ય, સામાજિક કાર્ય, સર્જનાત્મક પ્રવૃત્તિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વગેરે જે નિયમિત પ્રવૃત્તિઓ છે તે એનએસએસ ની ઓળખ આપે છે.ડોક્ટર સંજય જોશીએ એનએસએસ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ આપણે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત શું કામ કરવાનું છે દેશ માટે અને રાષ્ટ્ર માટે આપણે શું કરવું છે. રાષ્ટ્રનું ઘડતર કેવી રીતે થઈ શકે. તેમજ એનએસએસ માં કરવામાં આવતી જુદી જુદી પ્રવૃત્તિઓ વિશે ખૂબ જ સરસ સમજૂતી આપી હતી. આ પ્રંસગે કાર્યક્રમમાં એનએસએસના પ્રોગામ ઓફિસર નરેશભાઈ પટેલ, ગામના સરપંચ,પ્રાથમિક શાળા પરિવાર,આચાર્ય,વિનોદભાઈ પટેલ,કોલેજ સ્ટાફ, એનએસએસ યુનિટના 50 સ્વયંસેવકો સહિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનુ સંચાલન પ્રાથમિક શાળાના શિક્ષક વાડીલાલ અને આભાર વિધી શૈલેષભાઈ બારીયાએ કરી હતી.
શ્રી મુક્તજીવન સ્વામીબાપા આર્ટસ કોલેજ વાઘજીપુર એનએસએસ યુનિટ દ્વારા ચલાલી ખાતે સાત દિવસીય વાર્ષિક શિબીરનો પ્રારંભ
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -