ગોધરા
પંચમહાલ જીલ્લાના શહેરાનગરમા આવેલા અનાજના વેપારીઓની દુકાનો પર જીલ્લા પુરવઠા અધિકારી હરેશકુમાર મકવાણાની ટીમ તેમજ શહેરા મામલતદારની ટીમ દ્વારા આકસ્મિત તપાસ કરવામા આવતા વેપારીઓમા ફફડાટ વ્યાપી ગયો હતો. શહેરાનગરના વૈજનાથ ભાગોળ,તેમજ સિંધી ચોકડી વિસ્તારમાં આવેલા અનાજના વેપારીઓને સરકાર દ્વારા જે સ્ટોક લિમીટના જાહેરનામાને લઈ તપાસ કરવામા આવી હતી.જેમા રજીસ્ટ્રેશન ની કાર્યવાહી ન કરનારા અનાજના દુકાનદારો સામે કાર્યવાહી કરવામા આવી હતી,સાથે અનઅધિકૃત જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ જીલ્લાના શહેરાનગરમા આવેલા જુદાજુદા અનાજના વેપારીઓની દુકાનોમા ત્યા જીલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણા તેમજ મામલતદાર શહેરાની સયુક્ત ટીમ સાથે જોડાઈને ઓંચિતી તપાસ હાથ ધરવામા આવી હતી.જીલ્લા પુરવઠા અધિકારીની તપાસના પગલે વેપારીઓમા દોડધામ મચી ગઈ હતી. પુરવઠા વિભાગ દ્વારા જણાવાયુ હતુ કે જે અનાજના વેપારીઓ, હોલસેલ વેપારીઓ,રીટેલર સહીતનાઓએ પોર્ટલ પર સ્ટોક લિમિટના જાહેરનામા અંતર્ગત ફરજીયાત પોર્ટલ પર રજીસ્ટેશન કરાવાની છે. ઘઉ માટે લિમીટ જાહેર કરેલા છે. જીલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણા તેમજ મામલતદાર શહેરાની સયુકત ટીમે 6 જેટલી ખાનગી અનાજની પેઢીઓ અને દુકાનો પર તપાસ કરી હતી. જેમા તપાસમા રજીસ્ટેસન કરેલા નથી અને ઘઉનો જથ્થો જાહેર કરવામા આવેલો ન હતો. પુરવઠા વિભાગની તપાસમાં 15.22 કિલો ઘઉનો અન અધિકૃત જથ્થો જેની કુલ કિમત 39,572 રુપિયા થવા જાય છે. આ મામલે પુરવઠા વિભાગ દ્વારા જરુરી કાયદેસરની કાર્યવાહી પણ કરવામા આવી હતી.
અત્રે નોધનીય છે કે પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી તરીકે હરેશકુમાર મકવાણાએ ચાર્જ લીધા બાદ તેમને વહીવટમા ભારેખમ સુધારો લાવી દીધો છે, જેમા લોકોને પોતાના હકનુ અનાજ મળે તે માટે ના પ્રયાસોને હરકોઈ ગ્રાહકોએ બિરદાવ્યા છે,ત્યારે સસ્તા અનાજની દુકાનમા ગેરરીતી કરનારાઓ સામે લાંલ આખ પણ કરી કસુરવારો સામે કાર્યવાહી પણ ધરી છે.
ગોધરામાં અનાજની ખાનગી દુકાનોમાં જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા સ્ટોક લિમીટના જાહેરનામાને લઈને ઓચિંતી તપાસ હાથ ધરાતા વેપારીઓમા ફફડાટ
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -