37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : ખાણ ખનીજ વિભાગનો સપાટો,ગેરકાયદેસર ખનીજ વહન કરતા 7 ડમ્પર સહિત...

અરવલ્લી : ખાણ ખનીજ વિભાગનો સપાટો,ગેરકાયદેસર ખનીજ વહન કરતા 7 ડમ્પર સહિત 2.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

0
127

ખાણ ખનીજ વિભાગની ખાનાપૂર્તિ કામગીરી કરતી હોવાની ચર્ચા
જીલ્લામાં નવા અધિકારીઓ આવતા ચાર દિન કી ચાંદની ફીર અંધેરી રાત જેવી કામગીરી થતી હોવાથી ખનિજ માફિયાઓ બેકાબુ
જીલ્લાના માર્ગો પર ટ્રેક્ટર મારફતે રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર વહન કરી સરકારી તિજોરીને લાખ્ખો રૂપિયાનું નુકશાન

અરવલ્લી જીલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને ખનીજ વહનનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે જીલ્લા માંથી પસાર થતી નદીઓમાંથી રેતી ચોરીનું દૂષણ વધ્યું હોવાની સાથે ગ્રામ્ય વિસ્તારોમાંથી માટી ખનન અને ડુંગર પરથી પથ્થરોનું બેરોકટોક ખનન થઈ રહ્યું છે ત્યારે ખાણ ખનીજ વિભાગે આળસ ખંખેરીને ખનીજ ચોરી કરતા તત્વો પર તવાઈ બોલાવવાનું શરૂ કરી દીધું છે જીલ્લાના વિવિધ માર્ગો પરથી રોયલ્ટી પાસ કરતા વધુ વિવિધ ખનીજ વહન કરતા 7 ડમ્પર સહિત 2.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી લાખ્ખો રૂપિયાનો દંડ ફટકારવા તજવીજ હાથધરી છે.

અરવલ્લી જીલ્લા ખાણ ખનિજ વિભાગે જીલ્લાના વિવિધ માર્ગો પરથી ગેરકાયદેસર રીતે ખનિજ વહન કરતા ઓવરલોડ ડમ્પર સામે સખ્તાઈ પૂર્વક કામગીરી હાથધરતા ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. અરવલ્લી જીલ્લા ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા જુદી જુદી જગ્યાએ રેઇડ કરી રેતી, બલેક્ટ્રેપ અને ગ્રેનાઇટ ખનિજનું ગેરકાયદેસર વહન કરતા કુલ ૦૭ વાહનો જપ્ત કર્યા હતા જેમાં
દાવાલી-હેલોદર પાસેથી રેતી ખનિજના પાસ કરતાં વધુ વજનનું ખનિજ વહન કરતાં કુલ 03 ડમ્પર,માલપુર નજીકથી ગ્રેનાઇટ ખનિજના પાસ કરતાં વધુ વજનનું ખનિજ વહન કરતાં કુલ 03 ડમ્પર અને ધનસુરા પાસે રોયલટી પાસ વગર બલેક્ટ્રેપ ખનિજનું વહન કરતું 01 ડમ્પર સહિત 07 ડમ્પર મળી અંદાજે 2.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યા હતા ખાણ ખનીજ વિભાગે જપ્ત કરેલ ડમ્પર સામે ગેરકાયદેસર વહન બદલ નિયમાનુસાર દંડાત્મક કાર્યવાહી કરવા તજવીજ હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!