31.6 C
Gujarat
Friday, September 11, 2026
Home ક્રાઇમ પંચમહાલ અને વડોદરા જીલ્લામાં બાઈકચોરીને અંજામ આપનારા શેખપુર ગામના ઈસમને શહેરા પોલીસે...

પંચમહાલ અને વડોદરા જીલ્લામાં બાઈકચોરીને અંજામ આપનારા શેખપુર ગામના ઈસમને શહેરા પોલીસે ઝડપી પાડ્યો

0

શહેરા
શહેરા પોલીસે તાલુકાના શેખપુર ગામના એક ઈસમને પંચમહાલ તથા વડોદરા જીલ્લામાંથી જુદી જુદી જગ્યાએ ચોરી કરેલી 19 જેટલી બાઈકો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન તેના શેખપુર સ્થિત ઘરેથી બાઈકો સંતાડેલી મળી આવી હતી. મોજશોખ પુરા કરવા ચોરીના રવાડે ચઢેલા આ ઈસમ હાલ જેલમાં ધકેલી દેવાયો છે.પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ પોલીસ દ્વારા વણઉકેલ્યા ગુનાઓ ડીટેક્ટ કરવા માટે આપવામા આવેલા આદેશ અનુસાર શહેરા પોલીસ સ્ટેશનના પીઆઈ રાહુલ રાજપુતને ચોકકસ બાતમી મળી હતી કે શેખપુર ગામે મુવાડી ફળિયામાં રહેતો સામતસિંહ જુવાનસિહ રાઠોડ પાસે શંકાસ્પદ બાઈકો છે. આથી શહેરા પોલીસે ભોટવા ગ્રામ પંચાયત પાસેથી આ ઈસમ સામતસિંહ પસાર થતો હોઈ તેને ઝડપી પાડ્યો હતો. તેની પાસે રહેલી બાઈકને લઈ પુછપરછ કરતા તે યોગ્ય જવાબ આપી શક્યો હતો. અને પુછપરછમાં તેને વડોદરા અને પંચમહાલ જીલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી બાઈકોની ચોરી કર્યા બાદ અલગ અલગ ગામોમા બાઈકો આપી દીધી હોવાનુ કબુલ્યુ હતુ. પોલીસે તપાસના આધારે પંચમહાલ જીલ્લા અને વડ઼ોદરા જીલ્લામાથીં ચોરી કરેલી 19 જેટલી બાઈકો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ ઈસમ ડુપ્લીકેટ ચાવી તેમજ લોક તોડીને બાઈકોની ચોરી કરતો હતો. હાલમાં આ ગુનો શહેરા પોલીસે ડીટેક્ટ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!