asd
25 C
Ahmedabad
Wednesday, December 11, 2024

પંચમહાલ: સામલી હાઈસ્કૂલના આચાર્ય જયદીપસિંહ ડી. રાઉલજીનો વિદાય સમારંભ યોજાયો,ધારાસભ્ય સી.કે.રાઉલજી ખાસ ઉપસ્થિત રહ્યા


ગોધરા,
પંચમહાલ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ અને સંકુલ- 1 ‘જ્ઞાન’ના મુખ્ય સંયોજક એવા સામલી હાઈસ્કૂલના આચાર્ય જયદીપસિંહ ડી. રાઉલજીનો વિદાય સમારંભ યોજાયો હતો.જેમા ગોધરા નાં ધારાસભ્ય સી.કે.રાઉલજી ઉપસ્થિત રહ્યા હતા. 1984 લઈ આજ દિન સુધીની શાળાની સફર અને જે. ડી. રાઉલજીના કાર્યોની સુવાસ પી.પી. ટી માધ્યમથી ખૂબ સુંદર રીતે બતાવવામાં આવી. સન ૧૯૮૭ માં મદદનીશ શિક્ષક થી શૈક્ષણિક જીવનની શરૂઆત કરી તેમાં શાળામાં બાળકોમાં સંસ્કાર સિંચન અને અન્ય પ્રવૃતિમાં ખૂબ અગ્રેસર રહ્યા. ત્યારબાદ 1994માં આચાર્ય તરીકેની જવાબદારી સંભાળી આ 37 વર્ષની શૈક્ષણિક સફરમાં ખૂબ જ ઉમદા અનુભવો અને ખાસ વિચારો રહ્યા આ નિવૃત્ત કાર્યક્રમમાં ખરેખર કંઈક અલગ જ લાગણી સાથે આજે નિવૃત્તિ લઈ રહ્યો છું. ઉપરાંત આચાર્ય સંગઠન ના મંત્રી અને પ્રમુખ તરીકેની જવાબદારી પણ નિભાવી અને એક એવું ગામ કે જેમાં શૂન્ય માંથી સર્જન કરવું એ સાબિત કરી બતાવ્યું આમ તો કહેવાય જ છે કે શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદમે પલતે હૈ આવા જ કંઈક યાદગાર ક્ષણો સાથે તેમને વિદાય આપવામા આવી હતી.
ધારાસભ્ય સી. કે. રાઉલજી ઉદઘાટક જિલ્લા શિક્ષણ અધિકારી પંચમહાલ કે. એમ. પટેલ , મુખ્ય મહેમાન ચેરમેન શિક્ષણ સમિતિ પંચમહાલ એ. બી. પરમાર, ધારાસભ્ય શ્રી સી. કે. રાઉલજી દ્વારા જયદીપસિંહ ડી. રાઉલજી ની શૈક્ષણિક સફરને બિરદાવવામાં આવી અને સામલી શાળાને અનુદાન સહાયની પણ જાહેરાત કરવામાં આવી. શાળા પ્રત્યેની કર્તવ્ય નિષ્ઠા અને એમના કાર્યોની પ્રશંસા ઉપરાંત એમના પ્રત્યે શાળા મંડળ દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરી સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું. તેમજ જયદીપસિંહ રાઉલજી દ્વારા પણ શાળાને અનુદાનની જાહેરાત કરવામાં આવી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!