બુટલેગરો દારૂ છૂપાવવા માટે અનેક ટેકનીકનો ઉપયોગ કરતા હોય છે.રાજ્યમાં દારૂબંધીના પગલે વિદેશી દારૂના ભાવ ત્રણ થી ચાર ગણા મળતા બુટલેગરો નિતનવા પેતરા રચી દારૂ ઠાલવવા પ્રયત્નશીલ રહે છે અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્રએ બુટલેગરો પર તવાઈ બોલવતા બુટલેગરો વિદેશી દારૂની હેરાફેરી માટે નીતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે ત્યારે જીલ્લા એલસીબી પોલીસે આઈવા ડમ્પરમાંથી 19.02 લાખના વિદેશી દારૂ સાથે રાજસ્થાની ડમ્પર ચાલક ખેપિયાને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે જીલ્લાના માર્ગો પર સઘન પેટ્રોલીંગ હાથધરી વીવીધ વાહનો મારફતે ઘુસાડાતો વિદેશી દારૂ મોટા પ્રમાણમાં ઝડપી રહી છે એલસીબી પોલીસને આઈવા ડમ્પર રાજસ્થાનથી દારૂ ભરી મોડાસા તરફથી ગુજરાતમાં દારૂ ઠાલવવા નીકળ્યું હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે મોડાસાની મેઘરજ ચોકડી બાયપાસ પર પેલેટ ચોકડી નજીક નાકાબંધી કરી બાતમી આધારીત તાડપત્રી બાંધેલ આઇવા ડમ્પર મેઘરજ તરફથી આવતા અટકાવી તલાસી લેતા ડમ્પરમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-5664 કિં.રૂ.1902600/-નો જથ્થો જપ્ત કરી ડમ્પર ચાલક ખેપીયા સુખલાલ કમલાશંકર ડાંગી (ગાડરિયાવાસ મહારાજકી ખેડી-ઉદેપુર,રાજ)ને દબોચી લઇ દારૂ,ડમ્પર અને મોબાઈલ મળી કુલ.રૂ.29.07 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ કુખ્યાત રાજસ્થાની બુટલેગર રામજી કજોરજી ડાંગી અને સુનિલ મોતીલાલ દરજી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા