ગણેશ નિસરતા
આજના મોઘવારી જમાનામા લગ્ન હોઈ કે કોઈ અન્ય સામાજીક પ્રંસગનુ આયોજન કરવા ઘણા ખર્ચાળ થઈ પડ્યુ છે,સાથે સાથે સમાજમા ચાલી આવતા ઘણા રિવાજો જાણે પડતા પર પાટુ સમાન છે. દાહોદ જીલ્લાના ગ્રામીણ વિસ્તારોમા રહેતા આદિવાસી ગ્રામીણવર્ગ હવે સમાજ સુધારા તરફ વળ્યો છે. જેમા જીલ્લા ઝાલોદ તાલુકાના કદવાળ નાળ પંચાયત દ્વારા સમાજ સુધારારલક્ષી એક ઠરાવ ગ્રામસભામા કરવામ આવ્યો હતો.જેમા લગ્નમા થતા ખોટા ખર્ચાને બચાવવા માટે કાપ મુકવામા આવ્યો હતો. જેને નિર્ણયને સૌ કોઈએ વધાવ્યો હતો.
દાહોદ પંચમહાલ મહીસાગર જિલ્લાના સમાજના બનેલ બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દ્વારા આદિવાસી સમાજનું લગ્ન માટેનું જે બંધારણ નક્કી કરવામાં આવ્યુ હતુ. તેને આધારે ઝાલોદ તાલુકાના કદવાળ “નાળ પંચાયત” દ્વારા ગામના તમામ વડીલો, યુવાનો,આગેવાનો,સરપંચ તથા ઉપસરપંચ, તમામ સભ્યો ની હાજરીમાં ગ્રામસભા નો ઠરાવ કરી લગ્ન બંધારણ નક્કી કરવામાં આવ્યુ હતુ. તેમાં ભૂતકાળમાં જે દહેજ પ્રથા હતી અને લગ્નમાં ખોટા ખર્ચા જે થતા હતા તે બાબતે ઊંડી ચર્ચા કરવામાં આવી. તમામ વડીલો યુવાનોએ દહેજ અને તેમાં લેવાતા સોનુ, ચાંદી કેટલું રાખવુ તે બાબતે પ્રશ્નોત્તરી કરીને જે ખોટો ખર્ચો થાય છે, તેને કાપ મુકવા સૌની હાજરીમા આજનુ આ લગ્ન બંધારણ નક્કી કરવામા આવ્યુ છે. તે બંધારણની કોપી નીચે મુજબ ઠરાવ કરીને સરપંચ ના લેટરપેડ ઉપર મૂકવામાં આવી હતી. જે હવે પછી તમામને નાળ પંચાયત મા માન્ય રહેશે. અને હવે પછી “નાળ પંચાયત” મા ઘણા બધા ખોટા રિવાજો પર કાપ મુકવામા આવ્યો છે અને તેનું બંધારણ નક્કી થયુ છે,જેનો તમામે અમલ કરવો તેવો નિર્ણય કરવામા આવ્યો હતો.ત્યારે આ સામાજીક પહેલને અન્ય સમાજના લોકોએ પણ સ્વીકારવી જોઈએ જેથી લગ્નમા થતા ખોટા ખર્ચાઓ પર અંકુશ લગાવી શકાય.