32 C
Ahmedabad
Monday, April 22, 2024

મોરવા હડફ ખાતે આવેલી સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજનો પાંચમા વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ


મોરવા હડફ,
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફનો પાંચમો વાર્ષિક ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન અતિથિ તરીકે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં આચાર્ય દ્વારા તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.અને સમગ્ર વર્ષ દરમિયાન કોલેજમાં થયેલ પ્રવૃતિ અને વિકાસની માહિતી આચાર્ય ડો.કેજી છાયાએ આપી હતી. 2015માં શરૂ થયેલી આ કોલેજ સરકારી કોલેજને છેલ્લા ત્રણ વર્ષમાં તમામ ભૌતિક સુવિધાઓ અને આઇટી લગતી સુવિધાઓ થી સજ્જ આ કોલેજ બનાવવામાં આવી હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે ઈક્વિટી અને ઇક્વાલિટી એટલે આ વિસ્તારના કુમાર અને કન્યાઓ બંનેને એક સમાન શિક્ષણ મળે અને આ વિસ્તારના તમામ વિદ્યાર્થીઓને અમદાવાદ સુરત વડોદરા ની કોલેજમાં જે સુવિધાઓ પ્રાપ્ત હોય તે તમામ સુવિધાઓ મોરવા હડફ માં પણ પ્રાપ્ત થાય તે માટે સતત પ્રયત્નો થતા આવ્યા છે.કોલેજ કેમ્પસને વાઈફાઈથી સજ્જ કરવામા આવ્યુ છે. આ ઉપરાંત આગામી સમયમાં કોલેજ એ ગુણવત્તા સભર બને અને તે માટે કેન્દ્રીયકૃત સમિતિ સમક્ષ ઉપસ્થિત થાય તેવા આયોજન પણ વિચારવામાં આવી રહ્યા છે.આ પ્રસંગે ધારાસભ્ય નિમિષાબેન તરફથી તમામ વિદ્યાર્થીઓને જરૂરી એવું પ્રોત્સાહન અને તેમના તરફથી જે કંઈ મદદ થઈ શકતી હોય તે કરવા માટે તત્પરતા બતાવી હતી. કોલેજમાં વિદ્યાર્થીઓની ઓનો જુસ્સો જોતા ધારાસભ્યએ આ વિસ્તારની કન્યાઓ શિક્ષિત બને અને સમાજને ઉપર લાવે તેવી એક અપીલ કરી હતી કોલેજ ને લગતા પ્રશ્નો જે કાંઈ હશે તેવોનું નિરાકરણ તેઓ જરૂર લાવશે તેવી હૈયાધારણ પણ આપી હતી. ધારાસભ્યના હસ્તે વર્ષ દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ ઇનામો અને પ્રમાણપત્રોનો વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું અને આ માટે કોલેજના વિદ્યાર્થી પ્રતિનિધિ સભાના ચેરમેન ગિરીશ મકવાણા તથા તેના સભ્યઓ અને અન્ય તમામ સ્ટાફ મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા જહમત ઉઠાવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!